બીજી ટેસ્ટ : મયંક અગ્રવાલ,મોહંમદ સિરાજ હજુ બહાર,રાહુલ-રહાણેને ફરી તક અપાઇ

વેસ્ટ ઇંડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટીમમાં કોઇ ફેરફાર ના કર્યો
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Oct 2018 18:08:58 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 18:08:58 +0530


મુંબઇ

વેસ્ટઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ઈનિંગ અને ૨૭૨ રનથી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમની  નજર શુક્રવારથી શરુ થઈ રહેલ બીજી ટેસ્ટ મેચમાં જીત મેળવવા પર રહેશે. બીજી ટેસ્ટનો પ્રારંભ હૈદરાબાદમાં થશે. પ્રથમ ટેસ્ટમાં મહેમાન ટીમ માંડ ત્રણ સેશન જ બેટિંગ કરી શકી હતી.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં ટીમ પસંદગીકર્તાએ મયંક અગ્રવાલને અવગણીને કેએલ રાહુલને ફરી રમાડવાનું નક્કી કર્યું છે.કેએલ રાહુલ વેસ્ટઇન્ડિઝ સામેની પહેલી મેચમાં ઝીરો રનમાં આઉટ થયો હતો.ડોમેસ્ટીક ક્રિકેટમાં મયંક અગ્રવાલે 2000 રન ફટકાર્યા છે.

છેલ્લી 11 ટેસ્ટમાં માત્ર બે વાર જ અડધી સદી ફટકારનાર અજીંક્ય રહાણેને પણ વધુ એકવાર ચાનસ અપાયો છે.સામે પક્ષે હનુમા વિહારીને હજુ પણ ચાન્સ નથી અપાયો.એવી રીતે ફાસ્ટ બોલર મોહંમદ સિરાજને પણ પ્લેયીંગ 12 માં સ્થાન નથી અપાયું.

બોલિંગ કોચ ભરત અરુણે કહ્યુ કે, તે બીજી ટેસ્ટમાં પણ કોઈ નવા પ્રયોગના મૂડમાં નથી. ભરત અરુણે જણાવ્યુ કે,  પ્રયોગનો સવાલ જ નથી ઉભો થતો. અમે સ્થિતિને મજબુત કરવાનો પ્રયત્ન કરીશું. અમે પોતાની સર્વશ્રેષ્ઠ ટીમ સાથે મેદાનમાં ઉતરીશું. અમે જાણીએ છીએ કે પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ વિન્ડિઝ ટીમ બીજી મેચમાં પડકાર આપશે.

બીજી ટેસ્ટ મેચ કુલદીપ યાદવ માટે પણ મહત્વની સાબિત થશે. આ તેના કરીયરની પાંચમી ટેસ્ટ હશે. તે ચાર ટેસ્ટ મેચમાં અત્યાર સુધી ૧૫  વિકેટ ઝડપી ચુક્યો છે.  તેની પાસે પોતાની ૧૦૦ આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરવાની તક હશે. કુલદીપે ટેસ્ટમાં ૧૫ વિકેટ લીધી છે, જ્યારે ૨૯ વન-ડેમાં ૫૮ અને ૧૨ ટી-૨૦માં ૨૪ વિકેટ લીધી છે. આમ તેના ખાતામાં ૯૭ આંતરરાષ્ટ્રીય વિકેટ છે. તેમજ હવે હૈદરાબાદ ટેસ્ટમાં ત્રણ  વિકેટ લેતાની સાથે તેની ૧૦૦ આંતરરાષ્ટ્રીય વિકેટ પુરી થશે. આ ઉપરાંત ભારતીય કેપ્ટન કોહલી પાસે પણ એક સિદ્ધિ મેળવવાની તક છે.

જો કોહલી પ્રથમ ટેસ્ટની જેમ બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારશે તો તેના નામે વધુ એક રેકોર્ડ નોંધાઈ જશે. વિરાટ પાસે હાલ ટેસ્ટ ક્રિકેટમાં કુલ ૨૪  સદી નોંધાયેલ છે, જો તે એક સદી વધુ ફટાકરશે તો પાકિસ્તાનના ઈંજમામ ઉલ હકની બરાબરી કરી લેશે. ઈંજમામના નામે ટેસ્ટ ક્રિકેટમાં કુલ ૨૫ સદી નોંધાયેલ છે.

India 12-man squad for 1st Test: Virat Kohli (c), KL Rahul, Prithvi Shaw, Cheteshwar Pujara, Ajinkya Rahane, Rishabh Pant, R Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Mohammad Shami, Umesh Yadav, Shardul Thakur

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.