પહેલી ટી20 મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 4 વિકેટે હરાવ્યું,સૈની જીતનો હીરો

ડેબ્યુનન્ટ નવદીપ સૈનીએ 3 વિકેટ લીધી હતી.
By: Monika Vyas   PUBLISHED: Sun, 04 Aug 2019 08:06:49 +0530 | UPDATED: Sun, 04 Aug 2019 08:10:32 +0530

ફ્લોરિડા 

વેસ્ટ ઈન્ડિઝ સાથેની ટી 20ની સીરીઝમાં પહેલી મેચ ભારતે જીતી લીધી છે.અમેરિકામાં ફ્લોરિડા ખાતે રમાયેલી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 4 વિકેટે હરાવ્યું હતું.

આમ,ત્રણ મેચની ટી-20 સિરીઝમાં ભારત આગળ છે.

લો સ્કોરિંગ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પહેલો દાવ લેતા 20 ઓવરમાં 9 વિકેટે 95 રન બનાવ્યા હતા. 96 રનનો પીછો કરતા ભારતે 17.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 

વેસ્ટ ઇન્ડિઝ તરફથી 9 બેટ્સમેનો તો 10 રનની અંદર આઉટ થઈ ગયા હતા.વેસ્ટ ઇન્ડિઝ તરફથી પોલાર્ડએ 49 બોલમાં 49 રન કરીને ટીમને સન્માનજનક સ્થતિમાં પહોંચાડી હતી.એ સિવાય પુરન(20)ને બાદ કરતાં કોઈ ખેલાડી ડબલ આંકડા સુધી પણ પહોંચી નહોતો શક્યો.

ભારતની જીતનો હીરો રહેલા અને પહેલી ઇન્ટરનેશનલ મેચ રમી રહેલા નવદીપ સૈનીએ 3 વિકેટો લીધી હતી.ભુવનેશ્વર કુમારે 2 વિકેટો લીધી હતી.બીજા બોલરોએ પણ પોતાનું યોગદાન આપતા 1-1 વિકેટો લીધી હતી.

જો કે ભારત માટે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. રોહિત શર્માએ સર્વાધિક 24 રન કર્યા હતા, જયારે વિરાટ કોહલી અને મનીષ પાંડેએ 19-19 રન કર્યા હતા.

ભારતને આ જીત આસન નહોતી મળી.ઋષભ પંત ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને 0 રન સાથે પેવેલિયનભેગો થયો હતો. તે સિવાય ઓપનર શિખર ધવન પણ કમબેકમેચમાં 1 રન કરીને આઉટ થયો હતો.
કૃણાલ પંડ્યા (12),રવિન્દ્ર જાડેજા(10) અને વોશિંગટન સુંદર(8) કરી ભારતને 4 વિકેટે જીત અપાવી હતી.

વેસ્ટ ઇન્ડિઝ માટે સુનિલ નારાયણ, કીમોપોલ અને શેલ્ડન કોતરેલે  2-2 વિકેટ લીધી હતી.

નવદીપ સૈની મેન ઓફ મેચ જાહેર થયો હતો.

સિરીઝની બીજી મેચ રવિવારે આ ગ્રાઉન્ડ ઉપર જ રમાશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.