છેલ્લી ઓવરમાં ભારતનો 8 રને રોમાંચક વિજય,કોહલીએ ફટકારી સદી

ભારતની ચુસ્ત બોલિંગે ઓસ્ટ્રેલિયાને જીત માટે જરૂરી 251 રન ના થવા દીધા
By: Monika Vyas   PUBLISHED: Tue, 05 Mar 2019 23:18:42 +0530 | UPDATED: Thu, 07 Mar 2019 23:43:38 +0530


નાગપુર

નાગપુરમાં રમાઈ રહેલી બીજી વનડે માં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 રનથી હાર આપી સીરિઝમાં 2-0થી લીડ લીધી છે.પહેલી બેટિંગ કરતા ભારતે 48.2 ઓવરમાં બધી વિકેટ ગુમાવી 250 રન કર્યા હતા.વિરાટ કોહલીએ 116 રન કરી કરિયરની 40મી સદી ફટકારી હતી.

આના જવાબમાં રોમાંચક બનેલી મેચમાં ઓસ્ટ્રેલિયા 49.3 ઓવરમાં 242 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 11 રન કરવાના હતા પરંતુ ડેથ ઓવરમાં સ્ટોઈનીસ અને જમ્પાની વિકેટ ગુમાવી દેતા તેમનો પરાજય થયો હતો. 

અગાઉ ભારતના ઓપનરો રોહિત શર્મા(0) અને શિખર ધવન(21) અને અંબાતી રાયડુ(18)નિષ્ફળ જતા 75 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી.જો કે એ પછી કોહલી(116)અને વિજય શંકર(46) વચ્ચે 76 રનની ભાગીદારી થતા ભારતની સ્થિતિ સુધરી હતી.

ધોની(0),જાડેજા (21),જાધવ(11) સસ્તામાં આઉટ થયા હતા.

નવ વર્ષ બાદ એવું બન્યું હતું કે, ધોની ખાતું ખોલાવ્યા વિના પ્રથમ બોલે જ આઉટ થયો હોય.

ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે 4 અને જમ્પએ 2 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ શરૂઆત સારી થઈ હતી.ફિન્ચ (37)અને ખ્વાજા(38) કરી પહેલી વિકેટની ભાગીદારીમાં 83 રન જોડ્યા હતા.

એ પછી કુલદીપ યાદવ,જાડેજા અને જાધવના સ્પિન અટેકે પહેલી 3 વિકેટો લેતા ઓસ્ટ્રેલિયા ભીંસમાં આવ્યું હતું.હેન્ડસ્કોમ્બએ 48 રન કરી બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો.મેક્સવેલ 4 રને કુલદીપના બોલે બોલ્ડ થયો હતો.સ્ટોઈનીસે ડેથ ઓવર સુધી ટકીને ઓસ્ટ્રેલિયા ને જીત અપાવવા જંગ ખેલ્યો હતો.

જો કે છેલ્લી ઓવરના પહેલા બોલે સ્ટોઈનીસ(52) વિજયના બોલે આઉટ થતા ઓસ્ટ્રેલિયાની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું.વિજયએ છેલ્લી ઓવરમાં 2 વિકેટ લઈ જીત માટે જરૂરી 11 રન નહોતા કરવા દીધા.

116 રન કરનાર વિરાટ કોહલીને મેન ઓફ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.