Wednesday,18 September 2019,17:20:52

દેવામાં ડુબેલા આ પુર્વ ક્રિકેટરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી

પુર્વ ક્રિકેટર વીબી ચંદ્રશેખરે આત્મહત્યા કરી.
By: Monika Vyas   PUBLISHED: Fri, 16 Aug 2019 17:55:35 +0530 | UPDATED: Fri, 16 Aug 2019 17:55:35 +0530


ચેન્નાઇ

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઓપનીંગ બેટ્સમેન વી બી ચંદ્રશેખરનું ૫૭ વર્ષની ઉંમરે ચેન્નઈમાં નિધન થયું હતું.પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે દેવુ વધી જતા ચંન્દ્રશેખરે આત્મહત્યા કરી હતી. . ગુરુવારે ચંદ્રશેખરે તેમના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો અને તેમનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

ચંન્દ્રશેખરના મોત બાદ એવું સામે આવી રહ્યું હતું કે તેમનું મોત હ્રગય બંધ પડી જવાને કારણે થયું છે,જો કે પોલિસે જણાવ્યું હતું કે તેમણે આત્મહત્યા કરી છે.

હાલ ચાલી રહેલી તામિલનાડુ પ્રીમીયમ લીગની ટીમ વીબી કાંચી વિરનના માલિક એવા ચંદ્રશેખર મોટ દેવામાં ડુબેલા હતા.

જોવાની વાત એ હતી કે છ દિવસ બાદ તેમનો ૫૮મો જન્મદિવસ હતો તે પહેલા જ તેમના નિધનથી દિગજ્જ ક્રિકેટર્સ અને તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પુર્વ ભારતીય ક્રિકેટર તેમના વર્તુળમાં વીબીના નામથી જાણીતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. વીબી ચંદ્રશેખર ભારત માટે સાત વનડેમાં રમ્યા હતા. વનડેમાં સૌથી વધુ ૫૩ રનની હાઈએસ્ટ ઈનિંગ તેઓ રમ્યા હતા. આ ઉપરાંત ૮૧ ફર્સ્ટ ક્લાસ મેચોમાં કુલ ૪,૯૯૯ રન નોંધાવ્યા હતા અને ૪૩.૦૯ની એવરેજથી ૨૩૭(નોટ આઉટ) શ્રેષ્ઠ સ્કોર હતો.

ચંદ્રશેખરે ૧૦ સદી પણ ફટકારી હતી.તમિલનાડુ વતી રણજી મેચો પણ તેઓ રમ્યા હતા અને બાદમાં તેમણે ગોવા માટે રમ્યા હતા.

 ચંદ્રશેખર ક્રિકેટ બાદ કોચિંગ અને કમેન્ટ્રી ક્ષેત્રે સક્રિય હતા. તેઓ લાંબા સમય સુધી તમિલનાડુ રણજી ટીમના કોચ રહ્યા હતા. ૨૦૦૪-૨૦૦૬ સુધી તેઓ રાષ્ટ્રીય પસંદીકાર પણ રહ્યા હતા.ત્રણ વર્ષ સુધી આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના મેનેજર પદે પણ ચંદ્રશેખર રહી ચૂક્્યા છે અને એમ એસ ધોનીને સીએસકેમાં લાવવા માટે તેમની મહત્વની ભૂમિકા રહી હતી. ચંદ્રશેખરના નિધનથી ક્રિકેટજગત અને તેમના ચાહકો ઘેરા શોકમાં છે.

પુર્વ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટ્વીટ કરતાં કહ્યું કે વીબી ચંદ્રશેખરના નિધનથી ઘણું દુખ થયું છે.તેમની ઘણી યાદો છે.તેમના પરિવારને મારી દિલસોજી.

પુર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ જણાવ્યું કે ટેરીબલ ન્યુઝ...વીબી આટલું જલ્દી..આઘાતજનક! તેમના પરિવાર અને મિત્રોને હ્રદયપુર્વક શ્રધ્ધાંજલી.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.