કેટલાકના મોંઢા ખુલે છે તો એકે-૪૭ની જેમ ખોટુ નીકળે

પીએમ મોદીએ ભાજપ કાર્યકર્તાઓને વિપક્ષના ખોટાણાના આરોપનો જવાબ કઈ રીતે આપવો તે શિખવ્યુ
By: admin   PUBLISHED: Sat, 03 Nov 2018 20:36:07 +0530 | UPDATED: Sat, 03 Nov 2018 20:37:54 +0530

વડાપ્રધાને આડકતરી રીતે કર્યો રાહુલ પર કટાક્ષ

મેરા બૂથ, સૌથી મજબૂત કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપના માધ્યમથી ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહેલ આરોપોનો સામનો કરવા તેમજ તેમના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવાની રીત બતાવી  હતી.

પીએમ મોદીએ જણાવ્યુ હતું કે, વિપક્ષ ખોટા પર ખોટુ બોલી રહ્યુ છે. જનતામાં ગેરસમજ ઉભી કરવામાં આવી રહી છે. કેટલાક નેતા તો ખોટુ બોલવાના મશીનની જેમ છે. તેમના મોંઢા જ્યારે ખૂલે છે ત્યારે એકે-૪૭ની જેમ ખોટુ નીકળે છે. આવા સમયે એક કાર્યકર્તા હોવાના કારણે તમારી પાસે કોઈપણ વસ્તુની યોગ્ય જાણકારી હોવી જોઈએ. જેથી વિપક્ષના ખોટાણાને જનતા સમક્ષ ઉઘાડુ કરી શકો.

 વડાપ્રધાન મોદીએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતના રેકીંગ અંગે જણાવ્યુ કે આપણા માટે આ ગર્વની વાત છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતની રેકીંગ એક વર્ષમાં ૧૦૦માંથી આગળ આવીને ૭૭ પર પહોંચી છે. આ ટીમ ઈન્ડિયાના કારણે શક્ય બન્યુ છે. એક રાષ્ટ્ર તરીકે આ આપણી મજબુત થતી અર્થવ્યવસ્થાને આભારી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.