સોડિયમનુ પ્રમાણ ઓછુ લેતા લોકો માટે પણ કેટલીક સલાહ...

સોડિયમને લઇને દુવિધા દુર થઇ નથી
By: admin   PUBLISHED: Tue, 04 Jun 2019 14:49:53 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:49:53 +0530

વધારે સોડિયમના ઉપયોગથી થતી બિમારીને ધ્યાનમાં લઇને કેટલીક કંપનીઓ તો મિઠુમાં ઓછા સોડિયમનો દાવો પણ કરી રહી છે

સોડિયમના ઉપયોગને લઇને હમેંશા વિરોધાભાસી હેવાલ આવતા રહ્યા છે. સોડિયમ શરીર માટે નુકસાનકારક છે કે પછી ફાયદાકારક છે તેને લઇને વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યા હોવા છતાં કોઇ બાબત નક્કરરીતે બહાર આવી શકી નથી. હવે નિષ્ણાંતો એમ પણ કહે છે કે સોડિયમનુ પ્રમાણ ખુબ ઓછુ રાખનાર લોકોને પણ તકલીફ થાય છે. અમે જે મિઠાનો ઉપયોગ મુખ્ય ઘટક તરીકે કરીએ છીએ તેમાં સોડિયમ હોય છે.

સોડિયમના વધારે પ્રમાણના કારણે હાઇપરટેન્શન અને તેની સાથે જોડાયેલી બિમારી વધારે થાય છે. વધારે સોડિયમ સેવનથી થનાર બિમારીને ધ્યાનમાં લઇને કેટલીક કંપનીઓ દાવો કરે છે કે તેમની કંપની દ્વારા ઉત્પાદિત મીઠામાં સોડિયમનુ પ્રમાણ ખુબ ઓછુ છે.

પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે જરૂર કરતા ઓછા પ્રમાણમાં સોડિયમના ઉપયોગથી પણ કેટલાક ખતરા રહેલા છે. ઓછુ સોડિયમ પણ ખતરનાક સાબિત થઇ શકે છે. નેફ્રોલોજિસ્ટનુ કહેવુ છે કે જો વધારે સોડિયમનો ઉપયોગ નુકસાનકારક છે તો ઓછા પ્રમાણમાં સોડિયમ પણ ઘાતક બની શકે છે. જો મીઠામાં સોડિયમનુ પ્રમાણ ઓછુ રહેશે તો તેમાં પોટેશિયમનુ પ્રમાણ વધારે રહે છે. લોહીમાં વધારે પ્રમાણમાં પોટેશિયમ હોવાના કારણે હાઇપરકેલેમિયા નામની સમસયા ઉભી થઇ જાય છે. જેના કારણે ધબકારા ધીમા થાય છે.

 હાર્ટના ધબકારા ઘટી જાય છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ લિવર એન્ડ બાઇલરી સાઇન્સેઝના નેફ્રોલોજિસ્ટ નિષ્ણાંતોએ કહ્યુ છે કે તેમની પાસે દર મહિનામાં ચારથી પાંચત કિડનીના એવા દર્દી આવે છે જે લોકોએ તબીબોની સલાહ વગર સોડિયમનુ પ્રમાણ ખુબ ઓછુ કરી દીધુ હતુ. કેટલીક વખત તો તેમના આરોગ્ય પર ખુબ માઠી અસર થઇ છે. આના કારણે દર્દીને ડાયાલિસીસ કરાવવાની ફરજ પડે છે. કેટલાક કેસોમાં કાર્ડિયેક પેસમેકર મુકાવવાની પણ જરૂર પડે છે. આની બિલકુલ વિરુદ્ધમાં પણ કેટલાક તારણો આવી ચુક્યા છે. સોડિયમના ઉપયોગના મામલે હમેંશા વિરોધાભાસી હેવાલ આવતા રહ્યા છે.

અમેરિકામાં તાજેતરમાં જ કરવામાં આવેલા નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે હાર્ટને હેલ્થી રાખવા માટે વધારે પડતાં સોડિયમના ઉપયોગને ટાળવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ફ્રેશ ચીજવસ્તુ ખાવાની સલાહ પણ આ અભ્યાસમાં આપવામાં આવી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હેલ્થી ડાઈટ ઘણી તકલીફથી દૂર રાખે છે પરંતુ અસંતુલિત ડાઈટના લીધે બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, બ્લડ સુગરની સપાટી અને વજન સતત વધી જાય છે જેના કારણે હાર્ટના રોગનો ખતરો વધી જાય છે. બર્મીગ્હામ સ્કૂલ ઓફ પબ્લીક હેલ્થમાં યુનિવર્સિટી ઓફ અલાબામાના સંશોધકોએ અભ્યાસ કર્યા બાદ આ મુજબના તારણો આપ્યા છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાર્ટના રોગ માટે એકંદરે ઘણા પરિબળો જવાબદાર રહે છે. સોડિયમ બ્લડપ્રેશરને વધારવામાં તથા અન્ય ઘણા રોગને આમંત્રણ આપે છે. ત્રણ અમેરિકનો પૈકી એક માટે સોડિયમ ખતરનાક હોવાની બાબત પણ જાણવા મળી છે જે હાઈબ્લડપ્રેશર વધારવામાં ભૂમિકા ભજવે છે. સોડિયમ સેલમાં પાણીને આકર્ષિત કરે છે જેથી બ્લડપ્રેશરમાં ફ્લુઈડ પ્રમાણ વધી જાય છે. આનાથી સ્ટ્રોક અને હાર્ટ એટેકના હુમલા થવાનો ખતરો વધી જાય છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખતરામાં વધારો કરનાર અન્ય પરિબળો પણ છે. સર્વોચ્ચ સોડિયમના જથ્થાનો ઉપયોગ ખતરનાક છે. બ્લેક અને વાઈટ સોડિયમની અસર જુદી જુદી રહે છે. કાળા હાઈએસ્ટ સોડિયમના હિસ્સા (૨૬૦૦ એમજી પ્રતિદિવસ)થી મૃત્યુનો ખતરો ૬૨ ટકા વધી જાય છે.

અભ્યાસ મુજબ સોડિયમના પ્રમાણને મર્યાદિત રાખવામાં આવે તે જરૂરી છે. ફ્રૂટ અને વેજીટેબલ જેવી ચીજવસ્તુ ખાવામાં દરરોજ ઉપયોગમાં લેવી જોઈએ. આનાથી વધારે પ્રમાણમાં પોટેશિયમ મળે છે જે બ્લડપ્રેશરને ઘટાડવામાં ઉપયોગી ભૂમિકા ભજવે છે. ફળ અને શાકભાજી માટે ફ્રેશ સર્વશ્રેષ્ઠ સોસ તરીકે છે. ફ્રિશ પણ ઉપયોગી પસંદગી બની શકે છે.

સપ્તાહમાં બે વખત ફ્રિશ ખાવાની સલાહ સંશોધનમાં આપવામાં આવી છે જે હાર્ટ રોગના ખતરાને ઘટાડવા સાથે સંબંધિત સારા ફેટના સોર્સ તરીકે છે. સોડિયમ શરીર માટે અતિ ઉપયોગી ઘટક તરકે છે. તેના ઉપયોગની યોગ્ય માત્રા શરીર માટે રહે તે જરૂરી છે. સોડિયમ વધારે પ્રમાણમાં લેવાથી શ્રેણીબદ્ધ સમસ્યા ઉભી થાય છે. આવી રીતે ઓછા પ્રમાણથી પણ નુકસાન છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.