અમેરિકા જવું છે ? તો હવે સોશિયલ મીડિયાની 5 વર્ષની જાણકારી આપવી પડશે

અમેરિકાએ વિઝના નિયમો વધુ કડક કર્યાં
By: Monika Vyas   PUBLISHED: Sun, 02 Jun 2019 15:41:14 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:43:26 +0530


મુંબઇ 

અમેરિકા જવા ઈચ્છતા લોકોને હવે વિઝા લેવા માટે કડક નિયમોનું પાલન કરવું પડશે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે વિઝા ઇચ્છુક લોકોએ તેમના 5 વર્ષના સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો આપવી પડશે. એટલું જ નહીં પણ છેલ્લા 5 વર્ષથી વાપરતા ઇ મેલ એકાઉન્ટ અને મોબાઈલ નંબરની વિગતો પણ આપવી પડશે.

વિઝાના નવા નિયમ પ્રમાણે ટ્રમ્પ પ્રશાસન સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ હવે તપાસ પણ કરશે. વિઝા માટે અરજી કરનાર વ્યક્તિન સ્ટેટ ડિપાર્ટમેન્ટ તેના જીવન અને શરીરમાં છેલ્લા 15 વર્ષોમાં થયેલા ફેરફારો અંગે પણ પુછી શકે છે. 

જૂના પાસપોર્ટ્સનો નંબર, ઈમેઈલ એડ્રેસ, ફોન નંબર જેનો પાંચ વર્ષ સુધી ઉપયોગ કર્યો હોય તેમજ 15 વર્ષની  બાયોલોજિકલ ઈન્ફોર્મેશન , ક્યાં અભ્યાસ કે નોકરી કરી, કઈ જગ્યાઓએ મુસાફરી કરી જેવા માહિતી જરૂરી છે.  

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.