સ્મિથ-વોર્નર આવવાથી વિશ્વ કપ પર ઓસ્ટ્રેલિયાની દાવેદારી થઈ મજબૂતઃ સ્ટોઇનિસ

મેલબોર્ન
By: admin   PUBLISHED: Wed, 24 Apr 2019 21:35:01 +0530 | UPDATED: Wed, 24 Apr 2019 21:35:01 +0530

પાંચ વખતની ચેમ્પિયને આગામી ટૂર્નામેન્ટ માટે પસંદ કરેલી ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને પણ સ્થાન મળ્યું

ઓસ્ટ્રેલિયાને ૩૦ મેથી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં શરૂ થઈ રહેલા આઈસીસી વિશ્વકપમાં ટાઇટલનું દાવેદાર માનવામાં આવી રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયને આગામી ટૂર્નામેન્ટ માટે પસંદ કરેલી ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને પણ સ્થાન મળ્યું છે. ઓલરાઉન્ડર ખેલાડી માર્કસ સ્ટોઇનિસનું કહેવું છે કે, આ બંન્ને ખેલાડીઓ આવવાથી ટાઇટલ પર ઓસ્ટ્રેલિયાની દાવેદારી વધુ મજબૂત થઈ છે.

ક્રિકઇન્ફોએ સ્ટોઇનિસના હવાલાથી જણાવ્યું,  તેની ટીમને ઘણો ફાયદો થશે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં અન્ય ખેલાડીઓએ પણ આગળ આવીને જવાબદારી લીધી છે અને અમે સતત જીત મેળવી છે. સ્ટોઇનિસે કહ્યું, હું સમજું છું કે તમામ આત્મવિશ્વાસથી ભરેલા છે. આઠ જીત અને તે પણ ઘરની બહાર, હું સમજુ છું કે આ અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અમારે તેની જરૂર હતી.


છેલ્લા એક વર્ષમાં અમે ઘણી મેચ ગુમાવી. આ સમય સારો છે, મને લાગે છે કે દરેક ખેલાડીએ બીજા ખેલાડી પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું છે અને અમે એક ટીમના રૂપમાં શાનદાર પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે.સ્ટોઇનિસ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે રમી રહ્યો છે. વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ મેચ એક જૂને અફગાનિસ્તાન વિરુદ્ઘ રમશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.