હવે સિદ્ધાર્થ મલહોત્રા વિક્રમ બત્રાની બાયોપિકમાં દેખાશે

વિક્રમના જોડકા ભાઇની ભૂમિકામાં પણ સિદ્ધાર્થ જ રહેશે
By: admin   PUBLISHED: Mon, 03 Jun 2019 23:50:51 +0530 | UPDATED: Mon, 03 Jun 2019 23:50:51 +0530

ફિલ્મમાં કામ કરીને ગર્વ અનુભવ કરી રહ્યો છે

વિક્રમ બત્રાની બાયોપિક ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. એપ્રિલ મહિનાથી આ ફિલ્મનુ શુટિંગ શરૂ કી દેવામાં આવ્યુ છે.  ફિલ્મનુ શુટિંગ ચંદીગઢમાં કરવામાં આવી રહ્યુ છે.  આની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. એપ્રિલ મહિનામાં ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મને આગળ વધારી દેવામાં આવનાર છે. સૌથી પહેલા ચંદીગઢમાં શુટિંગ કરાશે.

અહીંની ડીએવી કોલેજમાં શુટિંગ કરવામાં આવનાર છે. જેમાં વિક્રમ બત્રાએ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે પાલમપુર જશે જ્યાં કેપ્ટન તેમના પરિવારના સભ્યો સાથે રહેતા હતા. ઘટનાક્રમ પર નજર રાખી રહેલા સુત્રોએ કહ્યુ છે કે ફિલ્મના નામને લઇને ચર્ચા ચાલી રહી છે. જો કે કારગીલ યુદ્ધ પર આધારિત કોઇ નામ રાખવામાં આવી શકે છે. પાકિસ્તાની આર્મીના પકડી પાડવામાં આવેલા મેસેજમાં તેને કારગીલ શેર શાહ નામન આપવામાં આવ્યુ હતુ.

યુદ્ધના એક હિસ્સાનુ શુટિંગ કાશ્મીર અને લેહ ખાતે કરવામાં આવનાર છે. આ જગ્યાએ વર્ષના અંત સુધી શુટિંગ કરાશે. જ્યાં લુક તેના બદલાઇ જશે. સિદ્ધાર્થ ફિલ્મમાં તેના જોડકા ભાઇની પણ ભૂમિકા અદા કરી રહ્યો છે. વિશાલની ભૂમિકામાં પણ તે પોતે જ રહેનાર છે. પ્રથમ વખત નિર્દેશક તરીકે મેદાનમાં ઉતરી રહેલા વિષ્ણુ વર્ધને કહ્યુ છે કે તે રેકી કરી ચુક્યા છે. સાથે સાથે તમામ જરૂરી પરવાનગી મેળવી ચુક્યા છે. સિદ્ધાર્થ મલહોત્રા રિયલ આર્મી જવાનની જેમ ટ્રેનિંગ લેનાર છે. નિખિલ અડવાણીની ફિલ્મ મનજાવા ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ સિદ્ધાર્થ આફિલ્મ સાથે વ્યસ્ત થનાર છે.

વિક્રમ બત્રાની ગર્લ ફ્રેન્ડની ભૂમિકા અદા કોણ કરશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. વિક્રમની ગર્લ ફ્રેન્ડ ડિમ્પલ ચીમા છે. વિક્રમની પરિવારની સાથે ડિમ્પલ દ્વારા તેમના રિસર્ચમાં મદદ કરવામાં આવી રહી છે. ધર્મા પ્રોડક્શન દ્વારા સહ નિર્માણ કરવામાં આવનાર છે. કેપ્ટન વિક્રમ બત્રા કારગીલ યુદ્ધમાં શહીદ થયા હતા. તેમને પરમવીર ચક્ર એનામત કરવામાં આવ્યુ હતુ. જે ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન તરીકે છે.સિદ્ધાર્થ મલહોત્રા ફિલ્મને લઇને ભારે ખુશ છે. તે આર્મી જવાન અને ઓફિસરની ભૂમિકા અદા કરવા માટે ગર્વ અનુભવ કરી રહ્યો છે.

વિક્રમ બત્રા જેવા ઓફિસરની ભૂમિકા મળ્યા બાદ તે ભારે આશાવાદી દેખાઇ રહ્યો છે. સિદ્ધાર્થ મલહોત્રા પાસે અનેક ફિલ્મો હાથમાં આવી રહી છે. જો તે તે સફળ સાબિત થઇ રહ્યો નથી. તેની કોઇ ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી રહી નથી. હાલમાં સેના પર બનેલી ફિલ્મ ઉરી બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલકરી ચુકી છે.  જેંમાં વિકી કોશલે આર્મી ઓફિસરની યાદગાર ભૂમિકા અદા કરી હતી. 

આ ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ હતી.  ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમે પણ શાનદાર ભૂમિકા અદા કરી હતી. ફિલ્મના કલાકારોની એક્ટિંગ કુશળતાની કેન્દ્ર સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી રહી  હતી. વિક્રમ બત્રા  ભારતીય સેનાના ઓફિસર તરીકે અમર બની ગયા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.