અમેરિકાના વર્જિનિયા શહેરમાં હુમલાખોરે ફાયરિંગ કરતા 12ના મોત

વર્જિનિયાના મ્યુનિસિપલ સેન્ટરમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું
By: Monika Vyas   PUBLISHED: Sat, 01 Jun 2019 11:04:03 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:40:00 +0530


વર્જિનિયા 

અમેરિકાના વર્જીનિયા બીચ શહેરમાં શુક્રવારે સાંજે એક બંદૂકધારી શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ ઘાયલ થયા છે. પોલીસે આ હુમલાખોરને ઠાર માર્યો છે. 

આ હુમલાખોરે વર્જિનિયા બીચ મ્યુનિસિપલ સેન્ટરમાં જઈ હેન્ડગન વડે આડેધડ ફાયરિંગ કરતા 12 નિર્દોષ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હતા.

હુમલાખોરે મ્યુનિસિપલ સેન્ટરમાં ફાયરિંગ કરતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસ અને હુમલાખોર વચ્ચે સામ સામે ફાયરિંગ થતા હુમલાખોર માર્યો ગયો હતો.

વર્જીનિયાના પોલીસ ચીફ જેમ્સ સર્વેરાએ જણાવ્યું હતું કે હુમલાખોર સ્થાનિક સમયાનુસાર સાંજે 5 વાગ્યે નગરપાલિકા કચેરીમાં ઘૂસ્યો અને અચાનક તેણે કર્મચારીઓ પર ગોળી વરસાવાની શરૂ કરી દીધી. હાલ, ગોળીબાર કરવા પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી. એફબીઆઇના અધિકારી પર તપાસ અર્થે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.


ગોળીબારના સાક્ષી એવા કર્મચારી મેગને જણાવ્યું છેકે ઓફિસમાં જેવો ગોળીબાર શરૂ થયો. હું 20 સહકર્મીઓ સાથે ટેબલ નીચે છૂપાઇ ગઇ હતી. અમે તુરંત ઇમરજન્સી નંબર પર કોલ કર્યો. પોલીસ આવી ત્યાં સુધી અનેકવાર ગોળીઓ ચલાવવામાં આવતી હોવાનો અવાજ સંભળાતો રહ્યો.


વર્જીનિયા બીચના મેયર બૉબી ડેરે કહ્યું કે, આ શહેરના ઇતિહાસનો સૌથી વિનાશકારી દિવસ છે. ઘટનામાં જે લોકો માર્યા ગયા અથવા તો ઘાયલ થયા છે, તે તમામ મારા મિત્ર અને સહકર્મી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગોળીબારની આ ઘટના પર નજર રાખી રહ્યાં છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.