હવે ધડકનની રિમેક ફિલ્મ બનવી જ જોઇએ : શિલ્પા

ખુબસુરત શિલ્પા શેટ્ટી હાલમાં વિવિધ કારોબારમાં વ્યસ્ત
By: admin   PUBLISHED: Fri, 12 Apr 2019 21:06:08 +0530 | UPDATED: Fri, 12 Apr 2019 21:06:08 +0530

હાલમાં શિલ્પા ડાન્સ શોમાં જજ તરીકે છવાઇ

બાજીગરદસ અને પરદેશી બાબુ જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી  અને હાલમાં બાળકોના ડાન્સ શોમાં જજ તરીકે કામ કરી રહેલી શિલ્પા શેટ્ટી માને છે કે તેની વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મ ધડકનની રીમેક પણ બનવ જોઇએ. જોકે આ ફિલ્મમાં તેની દ્રષ્ટિએ કોણ હોવા જોઇએ તે અંગે કોઇ માહિતી આપવાનો  ઇન્કાર કરી દીધો છે. શિલ્પા શેટ્ટી હાલમાં બાળકોના ડાન્સ શોમાં તેની અદાઓના કારણે ચાહકોમાં ભારે ચર્ચામાં  છે.

શિલ્પા શેટ્ટી હવે ધડકન ફિલ્મની રિમેકમાં કામ કરવાની ઇચ્છા ધરાવ છે. કોઇ ફિલ્મ અથવા તો રિમેકમાં તે નજરે પડવા ઇચ્છુક છે કે કેમ તે અંગે પુછવામાં આવતા શિલ્પાએ આ મુજબની વાત કરી હતી. શિલ્પાએ કહ્યુ હતુ કે હાલમાં તો તે જુદા જુદા કારોબારમાં સક્રિય છે. તેની પાસે સમય નથી. ફિલ્મોના મામલે કોઇ વાત પણ કરી રહી નથી. જો કે હવે નવી ફિલ્મમાં કામ કરવાને લઇને આશાવાદી છે.

શિલ્પાએ કહ્યુ છે કે નિર્માતા નિર્દેશક પર તમામ બાબતો આધારિત રહે છે. તેનુ કહેવુ છે કે ધડકન ફિલ્મની રિમેક ફિલ્મ બનવી જોઇએ. અફવા હતી કે ફવાદ ખાન અને સુનિલ શેટ્ટીની ભૂમિકા સુરજ પંચોલી અદા કરનાર છે. જો કે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અક્ષય કુમારની ભૂમિકા ફવાદ ખાન કરનાર છે. ફિલ્મ પર હાલમાં કામ હાથ ધરાયુ નથી. અભિનય ઉપરાંત શિલ્પા શેટ્ટી હાલમાં પોતાની ફિટનેસને લઇને જાણીતી બની ગઇ છે વર્ષ ૨૦૧૫માં પોતાની યોગા ડીવીડી લોંચ કરીને શિલ્પા ભારે લોકપ્રિય થઇ હતી.

હાલમાં એક કાર્યક્રમ દરમિયાન શિલ્પાએ કહ્યુ હતુ કે દરેક બાબત પર ગંભીરતા સાથે કલાકાર આગળ વધે તે જરૂરી છે. શિલ્પા શેટ્ટી ફિલ્મોમાં કામ કરવાને લઇને કોઇ વધારે ઉતાવળ કરવા ઇચ્છુક નથી. શિલ્પા બ્રિટીશ રિયાલિટી શો બિગ બ્રોધરમાં વિજેતા પાંચમી સિઝનમાં બની હતી.વિતેલા વર્ષોમાં પણ  શિલ્પા કેટલાક કાર્યક્રમમાં જજ તરીકેની ભૂમિકામાં રહી ચુકી છે. જેમાં સુપર ડાન્સનચ બલિએનો સમાવેશ થાય છે. તેની લોકપ્રિયતા અભૂતપૂર્વ રહી ચુકી છે. હાલમાં તે સુપર ડાન્સર શોમાં જજ તરીકે નજરે પડી રહ છે. જેમાં તે છવાયેલી રહી છે. તે એક્ટિંગ અને ભાષાના કારણે આ શોમાં ભારે ચર્ચામાં છે. બોલિવુડની ફિલ્મોમાંથી દુર થયાને ઘણો સમય થઇ ગયો હોવા છતાં તેની ફિટનેસને લઇને આજે પણ યુવતિઓમાં ચર્ચા રહે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.