સેક્સ પાવર વધારતી દવાનો ક્રેઝ વધ્યો

દવાથી શારિરિક રીતે ભારે નુકસાન છતાં દવાનો ઉપયોગ
By: admin   PUBLISHED: Wed, 01 May 2019 22:39:08 +0530 | UPDATED: Wed, 01 May 2019 22:39:08 +0530

વાયગ્રા સહિતની જુદી જુદી સેક્સ પાવર વધારતી દવાને લઇને વારંવાર અભ્યાસ કરવામાં આવી ચુક્યા : થોડાક સમય માટના આનંદથી નુકસાન

અનેક પ્રકારની ચેતવણી વારંવાર જારી કરવામાં આવે છે  છતાં સેક્સ પાવર વધારી દેતા દવાનો ઉપયોગ હાલના સમયમાં વધારે કરવામાં આવે છે. દરેક વયના લોકો આ પ્રકારન દવા તરફ વધ્યા છે. જે ખતરનાક સંકેત આપે છે. આનાથી શારરિક નુકસાન થઇ રહ્યુ છે.  ક્રેઝને ધ્યાનમાં લઇને આ પ્રકારની દવા બનાવનાર કંપનીઓ વધારે સક્રિય થઇ ગઇ છે. સાથે સાથે ધુમ કમાણી કરી રહી છે. આ પ્રકારની તાકાત ધરાવતી દવા વધુને વધુ પ્રમાણમાં વેચાઇ રહી છે. 

હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આધુનિક સમયમાં પુરુષો દ્વારા સેક્સ પાવર વધારતી દવાઓનો ઉપયોગ આડેધડ થઈ રહ્યો છે. પરંતુ આ દવાઓના દુરુપયોગથી સેક્સ લાઈફને નુકસાન થઈ શકે છે તેમ પણ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. માત્ર નજીવી ખુશી મેળવવા માટે આ પ્રકારની સેક્સ પાવર વધારતી દવાઓનો ઉપયોગ કરનાર લોકો પોતાની સેક્સ લાઈફને જોખમમાં મૂકી રહ્યા છે. અમેરિકામાં નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે.

અભ્યાસમાં સામેલ કરવામાં આવેલા પુરુષો પૈકીના મોટાભાગના પુરુષોએ અભ્યાસ બાદ આ મુજબની કબૂલાત પણ કરી હતી. તબીબોની સલાહ વગર સેક્સ પાવર વધારતી દવાનો ઉપયોગ કરનાર લોકોએ કબૂલાત કરી હતી કે તેમની સેક્સ લાઈફ ઉપર આડેધડ લીધા બાદ માઠી અસર થઈ છે. ઇડી દવાનો ઉપયોગ કરવાની પરંપરા હાલના સમયમાં વધી ગઈ છે. પરંતુ આનાથી પુરુષોના આત્મવિશ્વાસને પણ અસર થઈ રહી છે. અભ્યાસ મુજબ ઇડી દવાનો ઉપયોગ કરનાર પુરુષોમાં શારીરિક રીતે સક્રિય રહેલા લોકોની સરખામણીમાં કોઈ વિશેષ ફાયદો દેખાયો નથી.

સેક્સ વેળા સંતોષની બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો આ પ્રકારની દવા કોઈ વધારે ફાયદો કરી રહી નથી. એકંદરે આવી દવાનો આડેધડ ઉપયોગ કરનાર લોકો તેમની સેક્સ લાઈફને લઈને સંતુષ્ટ દેખાયા નથી. તબીબોની સલાહ વગર આડેધડ દવા લેનાર લોકોને સાવધાન રહેવાની જરૂર છે. નવા સર્વેમાં આ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે.

અમેરિકાભરમાંથી ૧૨ હજાર પુરુષોને આવરી લઈને આ અભ્યાસ કરાયા બાદ તેના તારણો જારી કરાયા છે. આમાં દવાના ઉપયોગ અને આ દવા કઈ રીતે અસર કરે છે તેની બાબત ધ્યાનમાં લેવામાં આવી હતી. દરમિયાન હાઈકોલેસ્ટેરોલ, હાઈબ્રડપ્રેશર, ડાયાબિટીશ અને અન્ય તકલીફ પણ આ દવાઓ સાથે સંકળાયેલી છે. અભ્યાસના પરિણામો સેક્યુલર મેડીસીનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે વાયગ્રા અને અન્ય સેક્સ પાવર વધારતી દવાઓનો માત્ર આનંદ માટે જ ઉપયોગ ખતરનાક છે. આના કારણે ઘણી તકલીફ ઊભી થઈ શકે છે. ખાસ કરીને ઈડીની ટેવ પડી શકે છે. આ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ તેના ઉપર આધારિત થવાની બાબત ધીમે ધીમે ફરજિયાત બને છે.

નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શરૂઆતના દિવસોમાં આનંદ માટે વાયગ્રા અને તેના જેવી અન્ય દવાઓનો ઉપયોગ કરતી યુવા પેઢીને મોડેથી આ પ્રકારની દવાઓ વગર સેક્સની મજા માણવામાં તકલીફ પડે છે. ન્યૂયોર્ક ડેલીએ અભ્યાસનું નેતૃત્વ કરી રહેલા ક્રિસ્ટોફર હાર્ટેને ટાકીને આ મુજબની વાત કરી છે. યુવાનોમાં અને ખાસ કરીને ઇડી દવાઓનો ઉપયોગ કરતા પુરુષોમાં ધીમે ધીમે આવી દવાઓનો ઉપયોગ વધે છે. આનાથી આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થતો રહે છે.

પોતાના અભ્યાસમાં આ સંશોધકે ૨૨ વર્ષની વયના સરેરાશ ૧૨૦૦ પુરુષોને આવરી લીધા હતા અને ત્યારબાદ તેના તારણો જારી કર્યા છે. અભ્યાસમાં જાવા મળ્યું કે મોટાભાગના યુવાનો દરરોજ આ પ્રકારની દવાઓનો ઉપયોગ કરતા નથી પરંતુ આનંદ માણવાના હેતુસર અને આ પ્રકારની દવાઓની કુશળતા જાણવાના હેતુસર પ્રયોગ કરતા હોય છે. પરંતુ આ પ્રકારના પ્રયોગ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું કે થોડાક સમય સુધી દવાઓના ઉપયોગ બાદ તબીબ પાસેથી ઇડીની સારવારની જરૂર પડે છે. ઓનલાઈન સર્વેમાં મોટાભાગના પુરુષોએ કબૂલાત કરી હતી કે સેક્સ ઇચ્છાને વધુ તીવ્ર બનાવવા વાયગ્રા અને અન્ય પ્રકારની દવાઓનો ઉપયોગ કરાયો હતો. દવાઓના લાભ છે કે નુકશાન તેની તરફ ધ્યાન અપાયુ નથી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.