મહારાષ્ટ્ર: વેન પુલ પરથી પડતા ૭ લોકોના મોત થયા

ઘાયલ થયેલા ૧૫થી વધારે પૈકી કેટલાક ગંભીર
By: admin   PUBLISHED: Sat, 30 Nov 2019 14:26:55 +0530 | UPDATED: Sat, 30 Nov 2019 14:26:55 +0530

વહેલી પરોઢે ધુલે-સોલાપુર રોડ પર વિન્ચુર ગામની નજીક થયેલી દુર્ઘટના: ઇજાગ્રસ્તોને હોસ્પિટલોમાં દાખલ કરાયા

ઉત્તરીય મહારાષ્ટ્રના ધુલેમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. એમ માનવામાં આવે છે કે વહેલી સવારે એક વેન પુલ પરથી નીચે ખાબકી જતા આ દુર્ઘટના થઇ હતી. આમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને અન્ય ૧૫ લોકો ઘાયલ થયા હતા. પોલીસે શનિવારના દિવસે માહિતી આપતા કહ્યુ હતુ કે ધુલે-સોલાપુર રોડ પર વિન્ચુર ગામ નજીક આ અકસ્માત થયો હતો.

પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે અકસ્માત અંગે માહિતી મળ્યા બાદ તરત જ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલ થયેલા લોકોને તરત જ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. તેમની ઓળખ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર દર્શાવવામાં આવી રહી છે.

વહેલી પરોઢે વેન ડ્રાઇવરે કાબુ ગુમાવતા દુર્ઘટના થઇ હતી. મૃતકોના પરિવારને માહિતી આપી દેવામાં આવ્યા બાદ તમામના સગા સંબંધી તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળક હજુ સુધી કરવામાં આવી શકી નથી. મહારાષ્ટ્રમાં હાલના વર્ષોમાં અનેક મોટા અકસ્માતો થઇ ચુક્યા છે.

 માર્ગ અકસ્માતોને રોકવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્યો દ્વારા જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. માર્ગોને મોટા અને વ્યવસ્થિત કરવામાં આવ્યા હોવા છતાં અકસ્માતો થઇ રહ્યા છે. આના માટે અન્ય કારણોને પણ જવાબદાર ગણવામાં આવે છે. પોલીસ દ્વારા સોલાપુર-ધુલે માર્ગ પર થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની વાત કરી નથી. તેઓ ક્યાંના હતા તે સંબંધમાં પણ હજુ સુધી માહિતી મળી શકી નથી. જોકે પ્રયાસો ચાલી રહ્યા છે. ઘાયલોને યોગ્ય રીતે સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.