એક વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમશે હવે સેરેના

૨૩ વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રહી ચુકેલ સેરેનાએ ૨૦૧૭માં જીત્યુ હતુ ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ
By: admin   PUBLISHED: Wed, 10 Oct 2018 16:43:10 +0530 | UPDATED: Wed, 10 Oct 2018 16:43:10 +0530

સેરેના વિલિયમ્સ ફરી દેખાડશે જલવો

સાત વખતની ચેમ્પિયન સેરેના વિલિયમ્સ જાન્યુઆરી  ૨૦૧૯માં ૮મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતવાના  ઈરાદે ઉતરશે, જે ગત વર્ષે બાળકના જન્મ બાદ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકી નહતી. ૨૩ વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સેરેના છેલ્લે ૨૦૧૭માં અહીં રમી હતી, જ્યારે તે ગર્ભવતી હતી.

ઓસ્ટ્રેલિયાઈ ઓપન ટૂર્નામેન્ટ નિર્દેશક ક્રેગ ટીલે કહ્યુ કે, મને એ કહેતા આનંદ થઈ રહ્યો છે કે સેરેના જાન્યુઆરીમાં આ ટૂર્નામેન્ટમાં રમશે. તેણે ૨૦૧૭માં ગર્ભવતી રહેતા અહીં ટાઈટલ જીત્યુ હતું. ૨૩ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના ઉપરાંત  મેલબર્નમાં બે વખતની વિજેતા વિક્ટોરીયા અજારેંકા પણ ૧૪થી ૧૭ જાન્યુઆરી સુધી યોજાનાર વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. અજારેંકા પોતાના પુત્રના સંરક્ષણને લઈને પતિ સાથે ચાલી રહેલ કાયદાકીય કાર્યવાહીના કારણે ગત વર્ષે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટના નિદેશક ચિરાગ ટેલીએ કહ્યુ કે આ વખતે ટૂર્નામેન્ટમાં ટોચના ૧૦૦ મહિલા અને પુરુષ ખેલાડીઓ ભાગ લે તેવી આશા છે. મને આ જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે કે સેરેના જાન્યુઆરીમાં આ ટૂર્નામેન્ટમાં પરત ફરી રહી છે. તેમણે ૨૦૧૭માં ગર્ભવતી રહેતા અહીં ટાઈટલ જીત્યુ હતું. સેરેના દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્ગરેટ કોર્ટના સૌથી વધુ ૨૪ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલની બરાબરીથી એક ટ્રોફી દૂર છે. સેરેના વિલિયમ્સ ૭ વખત આ ટ્રોફી પોતાના નામે કરી ચુકી છે. ૨૦૧૭માં છેલ્લે તેણે આ ટાઈટલ જીત્યુ હતું.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.