ધૂમ્રપાન બાળકોમાં બહેરાશ લાવી શકે: અભ્યાસનું તારણ

અમેરિકામાં હાલ૧૨થી ૧૯ વર્ષના લોકોને આવરી લઈ કરાયેલા અભ્યાસનું તારણ : ઘણી બિમારીઓ થઈ શકે
By: admin   PUBLISHED: Tue, 30 Apr 2019 17:50:19 +0530 | UPDATED: Tue, 30 Apr 2019 17:50:19 +0530

બાળકો ભણવામાં પણ નબળા રહે છે : રિપોર્ટ

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પેસીવ ધુમ્રપાન બાળકોમાં બેરાશ લાવવામાં ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે આ પ્રકારના વાતાવરણમાં રહેનાર બાળકોના શરીરમાં ધૂમ્રપાનની ખૂબ જ માઠી અસર થાય છે. આ પ્રકારના ધૂમ્રપાનથી કેટલીક ગંભીર પ્રકારની આરોગ્યની તકલીફ ઊભી થાય છે. તે પ્રકારના તારણો પહેલાંથી જ બહાર આવી ચૂક્યા છે.

હવે નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે પણ ટીનેજરો ઉપર માઠી અસર થાય છે. આવા ધૂમ્રપાનથી બાળકોમાં સાંભળવાની શક્તિ જતી રહેવાનો ખતરો રહે છે. ૧૨થી ૧૯ વયના ૧૫૦૦ જેટલા લોકોને આવરી લઈને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે ગ્રસ્ત બાળકો સાંભળવાની શક્તિ વધારે ગુમાવે છે.

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પેસિંવ સ્મોકિંગથી એક એવા વિસ્તારને બ્લડ સપ્લાયને અસર કરે છે જે દરેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને આ વિસ્તાર વ્યક્તિની ભાષા સમજવા અને સાંભળવાની શક્તિને સક્ષમ રાખવામાં ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નાના બાળકો ધરાવતા માતાપિતા પૈકીના ઘણા માતાપિતા બાળકો ઘરે અભ્યાસ કરે છે ત્યારે અથવા તો રમતા હોય છે ત્યારે ઘરમાં ધૂમ્રપાન કરે છે.

આ પ્રકારના વાતાવરણમાં રહેનાર બાળકોનું સ્કૂલમાં વર્તન પણ અશાંત રહે છે. શિક્ષણમાં પણ નબળા હોય છે. ભણવામાં નબળા હોવાના કારણો જાણવા મળ્યા નથી. તારણોમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્યની ઘણી સમસ્યાઓ ધૂમ્રપાનને લીધે ઊભી થાય છે. અસ્થમા, હાર્ટના રોગ, ફેંફસાના કેન્સર સહિતના ઘણા ગંભીર રોગ ધૂમ્રપાનના કારણે થાય છે તેવા અહેવાલ પહેલેથી જ આવી ચૂક્યા છે. આ અભ્યાસ કરતી વેળા સંશોધકોએ ટીનેજરોની સાંભળવાની વ્યાપક પ્રવૃત્તિમાં અભ્યાસ કર્યો હતો.

સેકન્ડ હેન્ડ સ્મોક........

*                                           સેકન્ડ હેન્ડ સ્મોક ખૂબ જ ખતરનાક છે

*                                           બાળકોમાં બહેરાશ લાવવામાં ભૂમિકા ભજવે છે

*                                           પેશીવ સ્મોકિંગ બ્લડ સપ્લાયને અસર કરે છે

*                                           આવા વાતાવરણમાં રહેતા બાળકો ભણવામાં નબળા રહે છે

*                                           આ પ્રકારના વાતાવરણથી ટેવાયેલા બાળકોનું સ્કૂલમાં વર્તન અશાંત રહે છે

*                                           અસ્થમા, હાર્ટ સાથે સંબંધિત રોગ અને ફેંફસાના કેન્સરનો પણ ખતરો રહે છે

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.