જેક્લીન ફરી સલમાન સાથે જોડી જમાવવા માટે ઇચ્છુક

રોહિત કિક-૨ સિવાય અન્ય ફિલ્મ સલમાન સાથે કરશે
By: admin   PUBLISHED: Sat, 30 Nov 2019 14:30:23 +0530 | UPDATED: Sat, 30 Nov 2019 14:30:23 +0530

કિક-૨ ફિલ્મમાં જેક્લીન ફરી જોવા મળશે

નિર્દેશક રોહિત શેટ્ટી હવે હવે સલમાન ખાનની  કિક-૨ ફિલ્મમાં નિર્દેશક તરીકે કામ કરવા જઇ રહ્યા છે. આના માટેની તૈયારી કરી લેવામાં આવી છે. કિક-૨ ફિલ્મમાં સલમાનની સાથે ફરી એકવાર  જેક્લીન નજરે પડનાર છે.  સલમાન સાથે તે ત્રીજી વખત ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. કિક, રેસ-૩ અને હવે કિક-૨ ફિલ્મમાં તે સલમાન સાથે આવનાર  છે. સલમાન સાથે તેની કેમિસ્ટ્રીની તમામ ચાહકો પ્રશંસા કરી રહ્યા છે.

જેક્લીનની પસંદગી કરી લેવામાં આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. એવી ચર્ચા પણ છે કે જો રોહિત શેટ્ટી છેલ્લી ઘડીએ કોઇ કારણસર કિક-૨ ફિલ્મ માટે નિર્દેશન નહીં કરે તો પણ સલમાન ખાન સાથે એક ફિલ્મ કરવાની તેમની યોજના છે. જેના પર પટકથા લખવાનુ કામ ચાલી રહ્યુ છે. કિક ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી.

આ ફિલ્મની ગીતો અને સંગીતની સાથે સાથે દિલધડક એક્શન સીન ચાહકોને ખુબ પસંદ પડી ગયા હતા. પટકથા પર કામ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ નિર્માતા સાજિદ નડિયાદવાળા રોહિત શેટ્ટી પાસેથી નિર્દેશન કરાવવા માટે ઇચ્છુક છે. ફિલ્મમાં ફરી સલમાન ખાન અને જેક્લીનની જોડી ચમકનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે નિર્માતા સાજિદ નડિયાદવાળાને પણ રોહિત શેટ્ટીના નિર્દેશનને લઇને કોઇ પરેશાની રહેતી નથી.

રોહિત શેટ્ટીના નિર્દેશનથી સાજિદ હમેંશા પ્રભાવિત રહ્યા છે. નિર્દેશક રોહિત શેટ્ટી એક્શન ફિલ્મ બનાવવા માટે ઓળખાય છે. જેથી સાજિદ નક્કરપણે માને છે કે એક્શન ફિલ્મ બનાવવા માટે રોહિત શેટ્ટી આદર્શ સાબિત થઇ શકે છે. કિક-૨ ફિલ્મ પર દબંગ બાદ કામ શરૂ કરવમાં આવનાર છે.

 

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.