હવે દબંગ-૩માં સલમાનને જવાન દેખાડવા ટેકનોલોજી

દબંગ-૩ ફિલ્મ ૨૦મી ડિસેમ્બરના દિવસે રજૂ થઇ શકે
By: admin   PUBLISHED: Tue, 14 May 2019 15:59:48 +0530 | UPDATED: Tue, 14 May 2019 15:59:48 +0530

સીજીઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે

સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ ફિલ્મને લઇને હવે ચર્ચા શરૂ કરવામાં આવી ચુકી છે. દબંગ-૩ ફિલ્મ ૨૦મી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. દબંગ-૩ ફિલ્મમાં સલમાન ખાનની સાથે અરબાજ ખાન અને સોનાક્ષ સિંક્ષાન ભૂમિકા રહેલી છે. આ વખતે દબંગ સિરિઝની ફિલ્મ પ્રભુ દેવા દ્વારા બનાવવામાં આવી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારત જુન મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં સલમાન ખાનને યંગ લુકથી લઇને વૃદ્ધ લુકમાં દર્શાવવામાં આવનાર છે. જેના માટે કોમ્પ્યુટર જનરેટેડ ઇમેજરીનો ઉપયોગ કરવામાં આવનાર છે.

ચુલબુલ પાન્ડેના લુકને યંગ લુક આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચુલબુલ પાન્ડે તેની વયમાં યોગ્ય લાગી શકે તે માટે જોરદાર અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. સોનાક્ષી અને અરબાજ ખાન બંને પોતાની ભૂમિકામાં નવી સ્ટોરીલાઇન મુજબ નજરે પડનાર છે. અગાઉ દબંગ સિરિઝની તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી. જેના કારણે હવે આ ફિલ્મને લઇને પણ આશાવાદી છે.

દબંગ ફિલ્મને સફળ બનાવવા માટે દરેક વખત તમામ પ્રકારના મસાલા ઉમેરવામાં આવે છે. જેમાં આઇટમ સોંગ અને એક્શનનો સમાવેશ થાય છે. સલમાનની આ ફિલ્મમાં ભૂમિકાને ચાહકો હમેંશા પસંદ કરતા રહ્યા છે. ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવાના આરે પહોંચી રહ્યુછે. સલમાન ખાન હાલમાં તો પોતાની ભારત ફિલ્મને લઇને વ્યસ્ત છે. જેમાં તેની સાથે કેટરીના કેફ અને દિશા પટની નજરે પડનાર છે. સીજીઆઇ ટેકનિક એક અલગ પ્રકારની ટેકનિક છે. જેમાં કોમ્પ્યુટર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ હવે વધી રહ્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.