સાહોના ટ્રેલરને એક કરોડ ચાહકો જોઇ ચુક્યા :રિપોર્ટ

ફિલ્મી પ્રેમી દ્વારા નિર્દેશકની ભારે પ્રશંસા કરવામાં આવી
By: admin   PUBLISHED: Mon, 12 Aug 2019 14:56:30 +0530 | UPDATED: Mon, 12 Aug 2019 14:56:30 +0530

૨૪ કલાકથી ઓચા સમયમાં જોરદાર ધમાલ

પ્રભાસ અને શ્રદ્ધા કપુર અભિનિત ફિલ્મ સાહોના ટ્રેલરને જારી કરવામાં આવ્યા બાદ ફિલ્મની ધુમ જોવા મળી રહી છે. શનિવારના દિવસે ટ્રેલર જારી કરવામાં આવ્યા બાદ ચાહકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. તેના હિન્દી વર્જનને યુ ટ્યુબ પર એક કરોડથી વધારે ચાહકો નિહાળી ચુક્યા છે. ૨૪ કલાકથી પણ ઓછા સમય ગાળામાં એક કરોડથી વધારે લોકો ટ્રેલરને નિહાળી ચુક્યા છે. ૧૧મી ઓગષ્ટના દિવસે સવાર સુધીમાં કુલ ૧૪૪૦૮૪૭૦ ચાહકો આ ટ્રેલરને નિહાળી ચુક્યા છે. આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ ફિલ્મ સુપરહિટ થઇ ગઇ છે.

૧૦મી ઓગષ્ટના દિવસે ટ્રેલર રજૂ કરવામાં આવ્યા બાદ જોરદાર એક્શન અને રોમાન્સના કારણે ચાહકો રોમાંચિત થઇ ગયા છે. ફિલ્મના ટ્‌ેલરથી તમામ ચાહકો ભારે પ્રભાવિત થયા છે. યુઝર્સે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે આ ફિલ્મ આ વર્ષની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ તરીકે સાબિત થશે. બી ટાઉનના કિંગ્સ ગણાતા સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમીર ખાનને પણ પ્રભાતથી સાવધાન રહેવા માટે કહ્યુ છે. તેમના કહેવા મુજબ પ્રભાસ વર્તમાન સુપરસ્ટાર છે. આ ફિલ્મને ટેલિવુડ નિર્દેશક સુજીત દ્વારા નિર્દેશન કરવામાં આવ્યુ છે. જે માત્ર ૨૮ વર્ષનાછે. આ પહેલા સુજીતે વર્ષ ૨૦૧૪માં રન રાજા રન નામની ફિલ્મનુ નિર્દેશન કર્યુ હતુ.

લોકોએ તેમની ટિપ્પણી કરતા કહ્યુ છે કે સુજીતે શાનદાર ફિલ્મ બનાવી છે. ચાહકોએ આ બાબત પર પણ હેરાની વ્યક્ત કરી છે કે આટલી નાની વયમાં સુજીતે શાનદાર ફિલ્મો બનાવવા માટેની શરૂઆત કરી છે. ફિલ્મમાં પ્રભાસ જેવા સુપરસ્ટારને લઇને ફિલ્મ બનાવી છે. જોરદાર રીતે ફિલ્મ ડિલેવર થઇ રહી છે. ચાહકોના કહેવા મુજબ સુજીતની આ ફિલ્મ પ્રભાસની કેરિયરની વધુ એક સુપરહિટ ફિલ્મ સાબિત થનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે ક સાહો ફિલ્મ ૩૦મી ઓગષ્ટના દિવસે દેશભરમાં રજૂ કરાશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.