સોની સબ પર નવો શો કાટેલાલ એન્ડ સન્સ સપનોં કા કોઈ જેન્ડલ નહિ હોતાના પ્રેરણાત્મક વિચારને જીવંત કરે છે

અસલી વાર્તા પર આધારિત કાટેલાલ એન્ડ સન્સ જુઓ, 16મી નવેમ્બરે સાંજે 7.30 વાગ્યાથી
By: admin   PUBLISHED: Tue, 10 Nov 2020 16:45:45 +0530 | UPDATED: Tue, 10 Nov 2020 16:48:07 +0530

સોની સબ દ્વારા કાટેલાલ એન્ડ સેન્સ શો લોન્ચ કરવામાં આવી રહ્યો છે, જે બે બહેનોની વાર્તા છે, જેઓ સામાજિક નિયમો અને કઠિણાઈઓને પડકારે છે. અસલ વાર્તાથી પ્રેરિત આ શો રોહતકની ગલીઓમાં લઈ જાય છે, જ્યાં તમારાં સપનાંને અન-જેન્ડરિંગ કરવા વિશેની હૃદયસ્પર્શી વાર્તા જન્મ લે છે. 

અશોક લોખંડે, મેઘા ચક્રવર્તી અને જિયા શંકર અભિનિત સોની સબ પર કાટેલાલ એન્ડ સન્સ 16મી નવેમ્બરથી સોમવારથી શુક્રવારે સાંજે 7.30 વાગ્યાથી પ્રસારિત થશે. જૂની ઘરેડની જેન્ડર ભૂમિકાઓ આપણા સમાજમાં લોકોની વિચારધારામાં ઊંડાણથી ખૂંપેલી છે ત્યારે કાટેલાલ એન્ડ સન્સ લોકોને સપનોં કા કોઈ જેન્ડર નહિ હોતા એ માનવા પ્રેરિત કરીને પરિવર્તન લાવવાનું લક્ષ્ય છે. 

દર્શકોને બે બહેનો ગરિમા (મા ચક્રવર્તી) અને સુશીલા (જિયા શંકર) જોવા મળશે, જેઓ કઠિણાઈની પરિસ્થિતિમાં રોહતકમાં પોતાના પિતાનો સ્થાનિક પુરુષોનું હેર સેલોં ચલાવવાની જવાબદારી ઉઠાવી લે છે. તેમના પિતા ધરમપાલ (અશોક લોખંડા) માને છે કે આ પૂર્વજોની દુકાન છે, જેથી તેને કાટેલાલ એન્ડ સન્સ નામ આપ્યું છે, જેથી પુત્રીઓને તે ચલાવવાની જવાબદારી સોંપી નહીં શકાય અને છોકરીઓ આવા વ્યવસાય માટે નથી. જોકે પુત્રીઓ આ દુકાન ચલાવવાની આગ્રહી છે, જે માટે તેઓ કુશળ બનીને આ વેપારને નવી ઊંચાઈએ લઈ જવા માગે છે.પિતા મરણાધીન આરોગ્યની ગૂંચ અને નાણાંભીંસમાં આવી ગયા છે તે જોતાં આ બહેનો જેન્ડરની જૂની ઘરેડને તોડી નાખીને દુકાનનો હવાલો સંભાળી લે છે અને સક્ષમ હેરડ્રેસર બનવાનાં અને પરિવારનો ધંધો આગળ વધારવાનાં સપનાં સાકાર કરવા માગે છે.

કોન્ટિલો પિક્ચર્સ દ્વારા નિર્માણ કાટેલાલ એન્ડ સન્સ સોની સબના શોની હળવીફૂલ રેખામાં વધુ એક ઉમેરો છે, જેનું લક્ષ્ય તેનાં પાત્રો અને વાર્તારેખાને પ્રેરિત કરવાનું છે. શોમાં પ્રતિભાશાળી કલાકારો પારસ અરોરા, અંકિત મોહન, દીપક ટોકસ, મનોજ ગોયલ વગેરે પણ મુખ્ય ભૂમિકામાં છે.


કોણ શું બોલે છેઃ

શ્રી નીરજ વ્યાસ, બિઝનેસ હેડ- સોની સબ

“કાટેલાલ એન્ડ સન્સ સોની સબ આશા અને અર્થ ધરાવતા શો આપતી ભાવિમાં ડોકિયું કરતી જીઈસી હોવાનો અસલ દાખલો છે. શોની સંકલ્પના પ્રગતિશીલ છે છતાં બહુ જ રિલેટેબલ અને ઊંડાણમાં મૂળિયાં ધરાવે છે. આ બે બહેનોના પ્રવાસ સાથે અમે લોકોને જેન્ડરનાં નિયંત્રણો પાર કરીને સપનાં જોવા અને મનનું કરવા માટે પ્રોત્સાહન આપવા માગીએ છીએ. કાટેલાલ એન્ડ સન્સ શક્તિશાળી પરફોર્મન્સ સાથે કોમેડી અને ભાવનાઓનું ઉત્તમ સંમિશ્રણ છે, જે આ નવેમ્બરમાં પ્રસારિત થશે ત્યારે દર્શકો તેના પ્રેમમાં પડી જાય તેવી ઉત્તમ સામગ્રી ધરાવે છે.”

જોતા રહો કાટેલાલ એન્ડ સન્સ, 16મી નવેમ્બરથી શુભારંભ, સોમવારથી શુક્રવાર, સાંજે 7.30 વાગ્યાથી, ફક્ત સોની સબ પર.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.