બિહાર : તીવ્ર ગરમીથી સ્થિતી ચિંતાજનક, ૧૧૨ના મોત થયા

ગયા, નવાદા અને ઔરંગાબાદ ખાતે હજુ પણ જુદી જુદી હોસ્પિટલમાં ૩૦૦ લોકો સારવાર હેઠળ : વિવિધ પગલા
By: admin   PUBLISHED: Mon, 17 Jun 2019 15:16:36 +0530 | UPDATED: Tue, 25 Jun 2019 15:22:03 +0530

લુ લાગવાથી છેલ્લા બે દિવસમાં ૧૭૩ના મોત

બિહારમાં હાલમાં ભીષણ ગરમી પડી રહી છે. ભીષણ ગરમીના કારણે હાલત ખુબ ખરાબ થઇ ગઇ છે. ગરમી અને લુ લાગવાના કારણે ૧૧૨  લોકોના મોત થયા છે.હજુ પણ સેંકડો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી વધારે મોત ઔરંગાબાદ, નવાદા, પટણા, પૂર્વીય બિહાર, રોહતાસ, જેહાનાબાદ અને ભોજપુરમાં થયા છે.

લુ લાગવાના કારણે છેલ્લા બે દિવસમાં ૧૭૩ લોકોના મોત થઇ ગયા છે. ગયા, નવાદા, ઔરંગાબાદમાં હાલમાં જુદી જુદી હોસ્પિટલમાં ૩૦૦ બાળકો સારવાર હેઠળ છે. નવા દર્દીઓ સપાટી પર આવ્યા બાદ દર્દીઓના બિમાર થવાનો સિલસિલો જારી રહ્યો છે. એકલા ગયા જિલ્લામાં ગઇકાલે રવિવારના દિવસે ૨૮ લોકોના મોત થયા હતા.

એમ કહેવામાં આવે છે કે લુ લાગવાના  કારણે મૃત્યુ પામનારમાં મોટા ભાગના લોકો ૬૦ વર્ષથી ઉપરની વયના લોકો છથે. આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા બાદ સરકાર હચમચી ઉઠી છે. બિહાર સરકારે તમામ પ્રભાવિત જિલ્લામાં દર્દીઓની સારવાર માટે વધારાની સંખ્યામાં તબીબો ગોઠવી દીધા છે. જો કે હાલત હજુ ખરાબ થયેલી છે.સ્થિતીમાં તરત સુધારાની શક્યતા દેખાતી નથી.  

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.