હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી
છે
અભિનેત્રી રકુલ પ્રીત હવે બોલિવુડમાં
લાંબી ઇનિગ્સ રમવા માટેની તૈયારી કરી રહી છે. તે ફિલ્મોને લઇને આશાવાદી પણ છે.
રકુલ પ્રીત ખુબસુરતી અને ટેલેન્ટના મામલે કોઇનાથી પણ કમ નથી. પરંતુ વાત જ્યારે ફ્લાર્તિંગની
આવી જાય છે ત્યારે તે આ ક્ષેત્રમાં નબળી સાબિત થાય છે. તે કહે છે કે તેને ફલર્ટ
કરવાની બાબત આવડતી નથી. તેનુ કહેવુ છે કે તે બી ટાઉનની અન્ય અભિનેત્રીઓ જે તેની
સાથે સારી મિત્રતા ઘરાવે છે તે અભિનેત્રીઓ પાસેથી ફ્લાર્તિંગની ટિપ્સ મેળવે છે.
રકુલે કહ્યુ છે કે તે ફ્લાર્તિંગને
લઇને ખુબ નબળી છે. તેનુ કહેવુ છે કે તેની સાથે જ્યારે લોકો ફ્લર્ટ કરે છે ત્યારે
પણ તે આ બાબતને સમજી શકતી નથી. રકુલે માહિતી આપતા કહ્યુ છે કે તે રિયા ચક્રવર્તિની
પાસેથી જરૂરી ટિપ્સ મેળવે છે.
રકુલે કહ્યુ છે કે તે આ ચીજા શિખવા
માટે રિયાની તમામ પ્રકારની મદદ મેળવે છે. તેનુ કહેવુ છે કે યુવકોમાં તે હમેંશા
બુદ્ધિને સૌથી વધારે મહત્વ આપે છે. તે માને છે કે અમે જ્યારે પણ કોઇની સાથે વાતચીત
કરીએ ત્યારે વાતચીત રસપ્રદ અને સમજદારીથી ભરેલી હોવી જાઇએ. તેનુ કહેવુ છે કે આવા
લોકોની સંખ્યા ખુબ ઓછી છે જેમની સાથે લાંબા સમય સુધી વાતચીત કરી શકાય છે.
રકુલ બોલિવુડમાં કેરિયર બનાવવા માટે
આગળ વધી રહી છે. થોડાક સમય પહેલા તે અજય દેવગનની સાથે દે દે પ્યાર દે નામની
ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી ન હતી. જોકે ફિલ્મમાં
તેની એક્ટિંગ કુશળતાની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. તે અજય દેવગનની સાથે દેખાઇ
હતી. ફિલ્મમાં તબ્બુ પણ નજરે પડી હતી. કોમેડી ફિલ્મ હોવાના કારણે કેટલાક લોકોને આ
ફિલ્મ ખુબ ગમી