રાજસ્થાન : સટ્ટાબજારમાં ભાજપને હવે એડવાન્ટેજ

રાજસ્થાનના સટ્ટાબજારમાં જ નહીં બલ્કે કોલકત્તા તેમજ રાજકોટમાં પણ સટ્ટાબજારમાં હવે ભાજપને લાભ અપાયો
By: admin   PUBLISHED: Thu, 06 Dec 2018 19:01:11 +0530 | UPDATED: Thu, 06 Dec 2018 19:49:09 +0530

હજુ સુધી કોંગ્રેસને ફેવરીટ ગણ્યા બાદ ચિત્ર બદલાયુ

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજનાર છે ત્યારે હજુ સુધી કોંગ્રેસને ફેવરીટ ગણનાર સટ્ટાબજારમાં ફરી એકવાર સ્થિતી બદલાઇ રહી છે. રાજસ્થાનમાં કોણ કેટલી સીટો મેળવી જશે તેને લઇને ગણતરી વચ્ચે સટ્ટાબજારમાં હવે ભાજપને એડવાન્ટેજ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં મુખ્યપ્રધાન વસુન્ધરા રાજે સામે નારાજગી હોવાની વાત કરનાર સટ્ટા બજારમાં હવે પ્રવાહ બદલાઇ ગયો છે. હજુ સુધી કોંગ્રેસને ૧૨૫થી ૧૫૦ સીટો સટ્ટાબજારમાં આપવામાં આવી રહી હતી. હવે મતદાનના એક દિવસ પહેલા ચિત્ર બદલાઇ ગયુ છે.

હવે માત્ર રાજસ્થાનના સટ્ટા બજારમાં જ નહીં બલ્કે કોલકત્તા અને રાજકોટના સટ્ટાબજારમાં પણ ભાજપને તક આપવામાં આવી રહી છે. રાજસ્થાનમાં રાજકીય પંડિતો માની રહ્યા છે કે દસ દિવસ પહેલા ભાજપની સ્થિતી નબળી હતી પરંતુ હવે તેમને લાગે છે કે ભાજપની ગેમમાં વાપસી થઇ રહી છે. હવે સ્થિતી સટ્ટા બજારમાં પણ બદલાઇ રહી છે.

પહેલા કોંગ્રેસને ૧૨૫થી ૧૩૦ સીટ આપવામાં આવી રહી હતી. હવે ભાજપને ૬૫-૭૦ સીટો મળી રહી છે. સાથે સાથે કોંગ્રેસને ૧૦૫-૧૧૦ સીટો મળી રહી છે. પહેલા કોંગ્રેસને વધારે સીટ મળી રહી છે. મોદી ફરી એકવાર જાદુ જગાવશે કે કેમ તે અંગે તો મતગણતરીના દિવસે જ ચિત્ર સ્પષ્ટ થઇ શકશે. રાજસ્થાનમાં એક ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાને આને લઇને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તમામ સટ્ટાબજારમાં સ્પર્ધા તીવ્ર દર્શાવાઇ રહી છે. 

સટ્ટાબજાર શું કહે છે....

જુદા જુદા સટ્ટાબજારમાં ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ શું ગણતરી કરે છે અને કોને કેટલી સીટ આપે છે તે નીચે મુજબ છે.

બજાર......સીટો

ફલોદી સટ્ટાબજાર મુજબ        ભાજપને ૧૦૭-૧૦૯

ફલોદી સટ્ટાબજાર મુજબ        કોંગ્રેસને ૭૧-૭૩

જયપુર સટ્ટાબજાર મુજબ        ભાજપને ૧૧૫-૧૧૭

જયપુર સટ્ટાબજાર મુજબ        કોંગ્રેસને ૬૫-૬૮

શેખાવતી સટ્ટાબજાર મુજબ      ભાજપને ૧૦૩-૧૦૫

શેખાવતી સટ્ટાબજાર મુજબ      કોંગ્રેસને ૫૪-૫૬

રાજકોટ સટ્ટાબજાર મુજબ       ભાજપને ૧૦૫-૧૦૭

રાજકોટ સટ્ટાબજાર મુજબ       કોંગ્રેસને ૬૧-૬૩

કોલકાતા સટ્ટાબજાર મુજબ      ભાજપને ૧૧૨-૧૧૪

કોલકાતા સટ્ટાબજાર મુજબ      કોંગ્રેસને ૫૭-૫૯

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.