યાત્રીગણ ધ્યાન આપે : હવે ટ્રેનના જનરલ કોચમાં રીઝર્વ સીટ રહેશે

જનરલ કોચમાં યાત્રા કરનાર લોકો માટે ખુબ સારા સમાચાર
By: admin   PUBLISHED: Tue, 03 Dec 2019 16:35:56 +0530 | UPDATED: Tue, 03 Dec 2019 16:35:56 +0530

રેલવે દ્વારા નવી શરૂઆત : આપની સીટના નંબર આપના ફોટો સાથે આપના વોટ્‌સએપ પર હશે : પ્લેટફોર્મ પર લાંબી લાઇનની તકલીફથી મુક્તિ મળશે

રેલવેના જનરલ કોચમાં મુસાફરી કરનાર રેલવે યાત્રીઓ માટે ખુબ સારા સમાચાર અને રાહતની બાબત થઇ ગઇ છે. કારણ કે જનરલ કોચમાં પણ હવે યાત્રીઓને કન્ફર્મ ટિકિટ મળી જશે. રેલવે દ્વારા નવી નવી સુવિધાઓ યાત્રીઓ માટે કરવાની શરૂઆત કરી દીધી છે. જેના ભાગરૂપે હવે આ નવી શરૂઆત કરવામાં આવી છે. જે હેઠળ આપની સીટના નંબર હવે આપના ફોટોની સાથે આપના વોટસ એપ પર આવી જશે. આના કારણે પ્લેટફોર્મ પર લાંબી લાઇનની સમસ્યાથી મુક્તિ મળી જશે. સાથે સાથે અન્ય કેટલીક તકલીફમાંથી પણ મુક્તિ મળી જસે. સીટને લઇને કોઇ ખોટી બાબત બનવાની પણ શંકા રહેશે નહીં. આ યોજનાને હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવનાર છે.

હકીકતમાં પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર મંડળે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પૂર્વ એટલે કે પાસ ફોર અનરિઝર્વ બોર્ડ નામની એક યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ જનરલ કોચ અથવા તો ડબ્બામાં બિન રિઝર્વ સીટ પર આપને કન્ફર્મ સીટ મળી શકશે. અન રિઝર્વ ટિકિટ આપતી વેળા જ યાત્રીઓને બોડગ પાસની સુવિધા આપવામાં આવનાર છે. જ્યારે તમે ટ્રેન માટે રેલવે કાઉન્ટર પર ટિકિટ લેશો ત્યારે એક પુરબ કાઉન્ટરની પણ હવે વ્યવસ્થા જોવા મળશે. અહીં ઓળખ પત્ર જાઇને આપના ફોટો પાડી લેવામાં આવશે. ત્યારબાદ આપના વોટેસ એપ નંબર પર ડિજિટલ ટિકિટ જેમાં આપના ફોટો રહેશે તેને મોકલી દેવામાં આવનાર છે.

રેલવે દ્વારા એક પછી એક નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. યાત્રીઓની સુવિધા વધારી દેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રેલવેને હાલમાં ભારે નુકસાન થઇ રહ્યુ હોવા છતાં રેલવે દ્વારા યાત્રી સુવિધા પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ટ્રેનના જનરલ કોચમાં પણ રીઝર્વ  સીટ હવે મળી જશે. હાલમાં જારી કરવામાં આવેલા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે  ભારતીય રેલવેની કમાણી ૧૦ વર્ષની નીચી સપાટી ઉપર પહોંચી ચુકી છે.

રેલવેના સંચાલન રેશિયો અથવા તો ઓપરેટિંગ રેશિયો નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૮.૪૪ ટકા સુધી પહોંચી ગયો છે. આનો મતલબ એ થયો કે, રેલવેને ૧૦૦ રૂપિયા કમાવવા માટે ૯૮.૪૪ રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. કેગના અહેવાલમાં આ મુજબની વાત સપાટી ઉપર આવી છે. ઓપરેટિંગ રેશિયોના આંકડા સપાટી ઉપર આવ્યા બાદ રેલવેની સ્થિતિને સમજવાની બાબત સરળ બની ગઈ છે.

સીધી બાબત એ છે કે, પોતાના તમામ સંશાધનો ઉપર રેલવેને બે ટકાની પણ કમાણી પણ થઇ રહી નથી.ટ્રેનના જનરલ કોચમાં વધારો ધસારો હોવાથી યાત્રીઓને કેટલીક વખત ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે સાથે લાંબી લાઇનોના કારણે પણ તેમની હાલત કફોડી રહે છે. રેલવે યાત્રીઓ  સુવિધાને વધારી  દેવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. નવી નવી ટ્રેનો પણ હાલમાં મુકવામાં આવી રહી છે. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.