બેડમિન્ટન સ્ટાર શ્રીકાંતની સફળતાના રાજ શુ છે?

ક્ષમતા પર વિશ્વાસ જરૂરી છે
By: admin   PUBLISHED: Sat, 13 Apr 2019 21:23:01 +0530 | UPDATED: Sat, 13 Apr 2019 21:39:00 +0530

બેડમિન્ટનની દુનિયામાં એકપછી એક સફળતા હાંસલ કરીને ભારતનુ નામ રોશન કરી રહેલા કિદામ્બી શ્રીકાંતે હવે તેની સફળતાને લઇને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છ. જે યુવા પેઢીને પ્રેરિત કરી શકે છઠે. શ્રીકાંતે કહ્યુ છે કે એક એક પગલુ આગળ વધારીને સફળતા હાંસલ કરી શકાય છે.

બેડંમિન્ટનની રમતમાં વિશ્વભરમાં ભારે લોકપ્રિયતા ધરાવનાર કિદામ્બી શ્રીકાંતે કહ્યુ છે કે વર્ષ ૨૦૧૪માં તેને બ્રેન ફીવર થઇ ગયા બાદ તેની મુશ્કેલી વધી ગઇ હતી. એ વખતે બ્રેઇન ફીવર થઇ ગયા બાદ તે ગોપીચંદ એકેડમીના બાથરૂમમાં ફર્શ પર બેભાન મળ્યો હતો. મોડેથી જાણવા મળ્યુ હતુ કે તેને બ્રેઇન ફીવર છે. તેને એક સપ્તાહ સુધી આઇસીયુમાં રહેવાન ફરજ પડી હતી. તે આઇસીયુમાં પોતાની લાઇફ સામે લડી રહ્યો હતો. પોતાને પ્રેરિત કરવાનુ ખુબ મોટુ કામ હતુ.

સ્વસ્થ થયા બાદ જ્યારે તે કોમનવેલ્થ ગેમ્સ માટે બેડમિન્ટન કોર્ટમાં ઉતર્યો ત્યારે તેની દ્રષ્ટિ બદલાયેલ હતી. જીવન પણ એક ખેલ સમાન છે. અમને બાજી ફેરવી નાંખવાના પ્રયાસ ચોક્કસપણે કરવા જોઇએ. તેનુ કહેવુ છે કે તે નાનો હતો ત્યારે આંધ્રપ્રદેશના નાનકડા ટાઉન રાવુલપલેમમાંથી સારી શક્યતાની શોધમાં તે પોતાના પરિવારના સભ્યો સાથે ગુન્ટુર આવી ગયો હતો. તેના પિતા એક જિલ્લા સ્તરના ક્રિકેટ ખેલાડી હતી. જેથી તેઓ હમેંશા રમવા માટેની પ્રેરણા આપતા હતા. મોટા ભાઇ પણ બેડમિન્ટનના ખેલમાં ઉતર્યા હતા. ત્યારબાદ તે પોતે પણ બેડમિન્ટનની રમતમાં ઉતર્યો હતો.

પિતા દ્વારા મંજુરી મળી ગયા બાદ તે આમાં મહેનત કરવા માટે લાગી ગયો હતો. અમે પોતાના અભ્યાસને ખરાબ કરીશુ નહીં તેવી શરત સાથે મંજુરી આપી દેવામાં આવી હતી. બેક એપ રહે તે માટે અભ્યાસ પર ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યુ હતુ. અહીંથી શરૂઆત થયા બાદ અમે ધીમી ધીમે આગળ વધવા લાગી ગયા હતા. તેનુ કહેવુ છે કે તે ચીજોને ભુલી જાય છે. ભુલ જવાની બાબત સારી છે. આનો અર્થ એ નથી કે તમે ખરાબ ચીજોની સાથે સાથે સારી ચીજોને પણ ભુલી જાઓ. જે પણ તમે શિખ્યુ છે તેને ગંભીરતા સાથ યાદ રાખવાની જરૂર હોય છે. જે બાબત આપના પર લાદી દેવામાં આવી છે તેને ભુલી જવામાં ફાયદો રહે છે.

કિદામ્બી શ્રીકાતે કહ્યુ છે કે પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરવા સિવાય એન્ય કોઇ બાબત મોટી બાબત નથી. પરંતુ આ પહેલા તમારી ક્ષમતા શુ છે તેની ઓળખ કરવાની બાબત જરૂરી છે. અહીં તમારા પોતાની ક્ષમતાને સારી રીતે પસંદ કરવાની બાબત ખુબ જરૂરી હોય છે. તેનુ કહેવુ છે કે અમે તારલા કરતા આગળ જઇ શકીએ છીએ. બાળપણમાં નિર્દેશક બનવાનુ સપનુ હતુ. નાના નાની વાર્તા લખીને મિત્રોને સંભળાવતો હતો. તક મળશે તો બડમિન્ટ બાદ આ ક્ષેત્રમાં ભાગ્ય અજમાવવાન ઇચ્છા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.