રાહુલે નરેન્દ્ર મોદી ઉપર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

રક્ષા મંત્રી નિર્મલા સીતારામનના ફ્રાંસ પ્રવાસને લઈને પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 20:04:41 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 20:04:41 +0530

રાફેલ ડીલને લઈ રાહુલે સાધ્યુ નિશાન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતું. રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ કે, રાફેલ પર નવા ખુલાસાથી ફરી એકવાર સ્પષ્ટ થયુ છે કે વડાપ્રધાને ૩૦ હજાર કરોડ રુપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખ્યા છે. રાહુલ ગાંધીએ ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનના ફ્રાંસ પ્રવાસ પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ કે તેઓ અચાનક ફ્રાંસની યાત્રા પર શા માટે ગયા, આમાં ઈમરજન્સી જેવી વાત શું હતી? 

રાહુલ ગાંધીએ કહ્યુ કે દસોલ્ટ એવિએશન સાથે અનેક પ્રકારના કરાર થયા છે. દસોલ્ટ એ જ કહેશે જે ભારત સરકાર તેને બોલવા માટે કહેશે. દસોલ્ટના આંતરીક દસ્તાવેજોમાં પણ લખવામાં આવ્યુ છે કે ખામીઓને ભર્યા વગર આ ડીલને પુરી કરી શકાય તેમ નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર પ્રત્યેક વિમાન રુપિયા ૧૬૭૦ કરોડ રુપિયામાં ખરીદી રહી છે, જ્યારે યુપીએ સરકારે પ્રતિ વિમાનની રુપિયા ૫૨૬ કરોડ કિંમત નક્કી કરી હતી. 

કોંગ્રેસ પાર્ટીએ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે સરકારી એરસ્પેસ કંપની એચએએલને આ સોદામાં શા માટે સામેલ ન કરવામાં આવી.  કોંગ્રેસે એ વાત પર પણ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે વિમાનની કિંમત રુપિયા ૫૨૬ કરોડથી વધીને ૧૬૭૦ કરોડ રુપિયા કેવી રીતે થઈ ગઈ? આ મામલે સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે ૨૦૦૮ના વર્ષમાં થયેલા એક કરારનો હવાલો આપીને માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.