રાધિકાની માતાએ કહ્યુ હતું કે તારી ન્યૂડ ક્લીપ લીક થઈ

મને અને મારા પરિવારને આવી લીક્ડ ક્લિપ્સથી કોઈ ફરક નથી પડતો, હું આને સિરીયસ નથી લેતી : રાધિકા
By: admin   PUBLISHED: Mon, 24 Sep 2018 14:54:57 +0530 | UPDATED: Mon, 24 Sep 2018 14:54:57 +0530

અભિનેત્રી રાધિકા આપ્ટેનો સ્ફોટક ખુલાસો

અભિનેત્રી રાધિકા આપ્ટેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ટેલેન્ટેડ અભિનેત્રીઓ પૈકીની એક ગણવામાં આવે છે. તમામ લોકો સ્ક્રીન પર તેમની એક્ટિંગ સ્કિલ ઘણી વખત જોઈ ચુક્યા છે. એવુ પણ માનવામાં આવે છે કે રાધિકા એક એવી કલાકાર છે જે દરેક પ્રકારનુ પાત્ર સરળતાથી ફજવી શકે છે. તે સમાજના અલગ અલગ મુદ્દા પર પોતાની સલાહ પણ આપવામાં ક્યારેય પાછી પડી નથી.


વર્ષ ૨૦૧૫માં અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મની એક ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં રાધિકા આપ્ટે ન્યૂડ જોવા મળી હતી. આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા અને વોટ્‌સએપ પર ખૂબ જ વાયરલ થઈ હતી. આ પ્રકારે વર્ષ ૨૦૧૬માં પણ રાધિકાની ફિલ્મ પાર્ચ્ડનો એક સેક્સ સીન પણ ખૂબ વાયરલ થયો હતો, જેમાં તેની સાથે આદિલ હુસૈન નજરે પડ્યો હતો. જોકે, રાધિકાએ આ બન્ને વિવાદાસ્પદ ક્લિપ્સને કોઈ ખાસ મહત્વ આપ્યુ નહીં અને કહ્યુ કે આનાથી તેના પર કે તેના પરિવાર પર કોઈ ખાસ અસર નથી થઈ.

રાધિકાએ હાલમાં જ જણાવ્યુ કે, આવી લીક્ડ ક્લિપ્સ પર તે બહુ ચિંતા નથી કરતી પરંતુ આ ક્લિપ્સે તેને વધુ સારી અભિનેત્રી સાબિત કરવાની તક આપી. રાધિકાએ પોતાની લીક્ડ ન્યૂડ ક્લિપ્સ અંગે જણાવ્યુ કે, પોતાની આ વાયરલ ક્લિપ અંગેના સમાચાર સૌથી પહેલા તેને તેની માતાએ આપ્યા હતા.જ્યારે બીજી વખત આ વાત તેણે પોતાના ડ્રાઈવરના મોંઢે સાંભળી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.