નંબર ગેમમાં કોઇ વિશ્વાસ નથી : રાધિકાનો ઘટસ્ફોટ

રાધિકા આપ્ટે પોતાના પતિ સાથે લંડનમાં રહે છે : રિપોર્ટ
By: admin   PUBLISHED: Mon, 17 Jun 2019 15:24:56 +0530 | UPDATED: Mon, 17 Jun 2019 15:24:56 +0530

રાધિકા પાસે હાલમાં પણ નવી નવી ઓફર

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી  સ્ટાર રાધિકા પાસે  હિન્દીની સાથે સાથે અન્ય કેટલીક સાઉથની ફિલ્મો અને અંગ્રેજી ફિલ્મ પણ છે. હિન્દીમાં તે કેટલીક સારી ફિલ્મો પણ ધરાવે છે. રાધિકાનુ  નામ આવતાની સાથે જ બોલિવુડની સેક્સી સ્ટારની ઇમેજ તાજી થઇ જાય છે. રાધિકા આપ્ટેએ ટુંકા ગાળામાં જ પોતાની જુદી જુદી એક્ટિંગ કુશળતાના કારણે તમામ લોકોના મન જીતી લીધા છે. હવે રાધિકાનુ સપનુ માત્ર બોલિવુડ અને હોલિવુડ  સુધી જ મર્યાદિત નથી. તે વર્લ્ડ સિનેમાનો હિસ્સો બનવાની ઇચ્છા ધરાવે છે. હોલિવુડ અને બ્રિટીશ સિનેમા સુધી જ તે મર્યાદિત રહેવા માટે ઇચ્છુક નથી. તેનુ કહેવુ છે કે તે હોલિવુડની ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે.

તેનુ કહેવુ છે કે તેને ચોક્કસપણે રોલ મળશે જ. રાધિકા વર્ષ ૨૦૦૫માં નાનકડા રોલ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રવેશી હતી. પ્રથમ ફિલ્મ વાહ મારફતે તે બોલિવુડમાં પ્રવેશી હતી. તે જે ફિલ્મમાં કામ કરી ચુકી છે તેમાં લાઇફ હો તો એસી, અને શોર ફિલ્મનો સમાવેશ થાય છે. સિટી અને કાબલી ફિલ્મમાં પણ તે ચમકી હતી. હાલમાં શોર્ટ ફિલ્મ આહલ્યા મારફતે તે નજરે પડી હતી.

રાધિકાનુ કહેવુ છે કે દેશમાં મહિલાસ્થિતી વધારે સારી બની રહી છે. બોલિવુડમાં ફિલ્મની ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.  રાધિકાની છાપ બોલિવુડમાં એક સેક્સી સ્ટાર તરીકેની બની છે. તે હોરર ફિલ્મમાં કામ કરી ચુકી છે જો કે હાલમાં તેની પાસે પારિવારિક ફિલ્મની ઓફર પણ આવી રહી છે. સાઉથની ફિલ્મમાં પણ તે કામ કરવાને લઇને ખુશ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.