પ્રિયા પ્રકાશને અનેક ફિલ્મોની ઓફરો મળી ચુકી છે : રિપોર્ટ

પ્રિયા પ્રકાશ મોબાઇલ ફોનનો હાલ ઉપયોગ કરતી નથી
By: admin   PUBLISHED: Sat, 15 Jun 2019 14:08:33 +0530 | UPDATED: Sat, 15 Jun 2019 14:08:33 +0530

કઇ ફિલ્મો હાથમાં છે તે અંગે પ્રિયા પ્રકાશનુ મૌન

સોશિયલ મિડિયામાં ભારે ચર્ચામાં રહેલી પ્રિયા પ્રકાશે તેની પાસે રહેલી ફિલ્મોના મામલે કોઇ માહિતી જારી કરી નથી. જો કે તેની પાસે હાલમાં દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મો હાથમાં હોવાની માહિતી મળી છે. પ્રિયા પ્રકાશને હિન્દી ફિલ્મોના નિર્માતા નિર્દેશક પોતાની ફિલ્મોમાં લઇ રહ્યા નથી પરંતુ તે દક્ષિણ ભારતમાં ભાગ્ય અજમાવી રહી છે.  સોશિયલ મિડિયામાં હાલમાં તે સૌથી વધારે ચર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી તરીકે ઉભરી ચુકી છે.

સોશિયલ મિડિયા પર તહેલકા મચાવનાર પ્રિયાએ થોડાક દિવસ પહેલા ગુગલ પર અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ગુગલ સર્ચ ટ્રેન્ડમાં સૌથી વધારે સર્ચ કરવામાં તે આગળ આવી હતી. તે ગુગલ ચર્ચ કરવાના મામલે તે સની લિયોન, કેટરીના કેફ અને અન્ય અભિનેત્રીઓ કરતા આગળ નિકળી ગઇ હતી. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ તેના ફોલોઅર્સની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. મલયાલી ગત માનિકા મલયારા પુવીમાં પોતાની અદાઓના કારણે લોકોના દિલ જીતી લેનાર પ્રિયા પ્રકાશ રાતોરાત સુપરસ્ટાર ઇન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે. તેની પાસે કેટલીક નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે.

જો કે તે કોઇ હિન્દી ફિલ્મ કરી રહી છે કે કેમ તે અંગે કોઇ માહિતી મળી શકી નથી. પ્રિયા સાથે જોડાયેલી કેટલીક આશ્ચર્યજનક બાબત સપાટી પર આવી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે પ્રિયા કોઇ પણ પ્રકારના મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી નથી. 

એક ઇન્ટરવ્યુમાં તેના પિતાએ કહ્યુ છે કે પ્રિયાની પાસે મોબાઇલ છે પરંતુ તેમાં સિમ કાર્ડ નથી. આવી સ્થિતીમાં તેના તમામ ફોન તેની માતાના ફોન પર આવે છે. સ્ટાર પ્રિયા પ્રકાશના પિતાના કહેવા મુજબ તે માત્ર એ વખત સુધી ઇન્ટરનેટ ચલાવે છે જ્યાં સુધી તેની પાસે હોટ સ્પોટ  એક્સેસ હોય છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.