Wednesday,18 September 2019,16:52:23

અરૂણ જેટલીની તબિયત નાજુક,રાષ્ટ્રપતિએ કરી મુલાકાત

જેટલીને ૯ ઓગસ્ટે દિલ્હીની એઈમ્સના આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા
By: Monika Vyas   PUBLISHED: Fri, 16 Aug 2019 18:37:36 +0530 | UPDATED: Fri, 16 Aug 2019 18:37:36 +0530


દિલ્હી

એનડીએ સરકારના પૂર્વ મંત્રી અરુણ જેટલીની તબિયત નાજુક છે ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીની એઈમ્સમાં શુક્રવારે તેમની મુલાકાત લીધી હતી. અરુણ જેટલીને ૯ ઓગસ્ટે દિલ્હીની એઈમ્સના આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સૂત્રોના મતે જેટલીની તબિયત અત્યંત નાજુક છે.રાષ્ટÙપતિ કોવિંદે આજરોજ જેટલીની મુલાકાત કરી તે સમયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન તેમજ રાજ્યકક્ષાના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબે પણ ત્યાં હાજર હતા.

૬૬ વર્ષીય જેટલીની તબિયત નાજુક હોવાથી તબીબોની ટીમ સતત તેમની પર નજર રાખી રહી છે.એઈમ્સ દ્વારા ૯ ઓગસ્ટથી અત્યાર સુધી જેટલીની તબિયતની સ્થિતિ અંગે કોઈ બુલેટિન બહાર પાડ્યું નથી. તેમણે શ્વાસ લેવામાં મુશ્કેલી અને બેચેનીની ફરિયાદ કર્યા બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 અગાઉ ચાલુ વર્ષે મે મહિનામાં પણ જેટલીને એઈમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.તબિયત લથડેલી રહેતી હોવાથી અરુણ જેટલી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પણ લડ્યા નહતા. ગત વર્ષે મેમાં તેમણે એઇમ્સમાં સર્જરી દ્વારા રીનલ ટ્રાન્સ્પ્લાન્ટ કરાવ્યું હતું. જેટલીને ૨૦૧૪માં તેમણે બેરિયાટ્રિક સર્જરી દ્વારા વજન પણ ઘટાડ્યું હતું પરંતુ લાંબા સમયથી ડાયાબિટીઝ રહેતા વજન ફરી વધી જતું હતું.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.