હું હવે ફિલ્મો ઉપર ધ્યાન આપવા માંગુ છું : પ્રીતિ ઝિંટા

આઈપીએલમાં હવે ૧૦ વર્ષમાં બધુ સેટ થઈ ગયુ છે, હવે દરેક કામ માટે મારે જવાની જરુર નથી રહેતી : પ્રીતિ
By: admin   PUBLISHED: Wed, 24 Oct 2018 17:14:33 +0530 | UPDATED: Wed, 24 Oct 2018 17:14:33 +0530

અભિનેત્રી પ્રીતિ ઝિંટાનું નિવેદન

બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ પૈકીની એક પ્રીતિ ઝિંટા લાંબા સમય બાદ ભૈયાજી સુપરહિટથી રુપેરી પડદે વાપસી કરવા જઈ રહી છે. અમેરીકી ફાઈનેન્શિયલ એનાલિસ્ટ જીન ગુડઈનફ સાથે લગ્ન બાદ પ્રીતિની આ પ્રથમ ફિલ્મ છે. હાલમાં જ એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં પ્રીતિએ કેટલાક મુદ્દે વાતચીત કરી.

તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અચાનક લીધેલ બ્રેક અંગે પૂછવામાં આવેલ સવાલના જવાબમાં જણાવ્યુ કે, ફિલ્મોમાંથી રસ ઉઠીને મારુ મન ક્રિકેટમાં લાગી ગયુહતું.મેં આઈપીએલમાં ૨૦ કરોડનુ રોકાણ કર્યુ હતું, જે ખૂબ મોટુ હતુ. મને લાગ્યુ કે હું બે વસ્તુ પર એકસાથે ધ્યાન નહીં આપી શકું, જેથી મેં ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો. મને ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રેમ, ઈજ્જત અને કામ મળ્યુ છે. ક્યારેય મને કોઈએ હેરાન પણ નથી કરી.

તેમજ બીજીબાજુ હું એક અભિનેત્રી હોવાના કારણે મને બિઝનેસમાં કોઈ સિરીયસલી લઈ રહ્યુ નહતું. તે વિચારતા હતા કે જો દેખાવ સારો છે તો મગજ જ નથી. તે કહેતા હતા તમને ધંધા વિશે કાંઈ ખબર ન પડે. ત્યારે મને હંમેશાથી ભેદભાવ થતો હોય તેમ લાગતુ હતું. જેથી હું આઈપીએલ સાથે સંકળાયેલ બિઝનેસમાં લાગી ગઈ.

ભૈયાજી સુપરહિટ ફિલ્મથી વાપસીના જવાબમાં પ્રીતિએ જણાવ્યુ કે, હું હવે વાપસી માટે તૈયાર છું. આ ફિલ્મ કરવાની મને ખૂબ મજા આવી. તેમજ આઈપીએલમાં હવે ૧૦ વર્ષમાં બધુ સેટ થઈ ગયુ છે. હવે દરેક વસ્તુનુ મારે ધ્યાન રાખવાની જરુર નથી, કંપની સારુ કરી રહી છે. હું હવે ફિલ્મો પર ધ્યાન આપવા માંગુ છું.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.