આવાસ ક્ષેત્રને મળેલા પેકેજનુ ઘર ખરીદનારા દ્વારા આવકાર

૪.૫૯ લાખ આવાસ એકમોને સીધો ફાયદો: અહેવાલ
By: admin   PUBLISHED: Fri, 08 Nov 2019 15:34:04 +0530 | UPDATED: Fri, 08 Nov 2019 15:34:04 +0530

નિર્માણ કાર્યો પર ચાંપતી નજર રાખવાની જરૂર

ઘરની ખરીદી કરનારના સ્થાનિક એકમ ફોરમ ફોર પીપલ્સ ક્લેકટિવ એફર્ટ દ્વારા આવાસ ક્ષેત્રની ૧૬૦૦ અટવાયેલી યોજના માટે ૨૫૦૦૦ કરોડ રૂપિયાના ફંડની રચના કરવાના સરકારના નિર્ણયનુ સ્વાગત કરવામાં આવ્યુ છે. તેમના કહેવા મુજબ સરકારના આ પગલાથી આવાસ સેક્ટરમાં જારદાર તેજી આવવાના સંકેત દેખાઇ રહ્યા છે.

જોકે સાથે સાથે આ સંસ્થાએ કહ્યુ છે કે આ રકમ બિલ્ડરોને સીધી રીતે આપવી જાઇએ નહીં. આવાસની ખરીદી કરનાર લોકોની એક સમિતી બનાવવામાં આવે તે જરૂરી છે. જે આમાં દરેક યોજનાના નિર્માણ કાર્ય પર બાજ નજર રાખશે. ફોરમ ફોર ક્લેકટિવ એફર્ટને પહેલા ફાઇટ ફોર રેરા નામથી ઓળખવામાં આવતા હતા.

આ સંસ્થા દ્વારા સરકાર સમક્ષ સંકટમાં ફસાયેલા પાંચ લાખ ઘર ખરીદનારાઓને રાહત આપવા માટે ૧૦૦૦૦ કરોડના ફંડની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. સરકારે બુધવારે મોટો નિર્ણય કર્યો હતો. અને ૧૬૦૦ અટવાયેલી આવાસ યોજનાઓને પૂર્ણ કરવા માટે ૨૫૦૦૦ કરોડના વૈકÂલ્પક રોકાણ ફંડની જાહેરાત કરી હતી.

આ પગલાથી સમગ્ર દેશમાં આશરે ૪.૫૯ લાખ આવાસ એકમોને સીધો લાભ થનાર છે. અટવાયેલી યોજનાની ઓળખ વધારે પારદર્શક રીતે કરવામાં આવે તે પણ સમયની માંગ છે. સામાન્ય લોકોને સીધો લાભ મળવે તે દિશામાં પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. બુધવારના દિવસે  કેબિનેટે ૧૦૦૦૦ કરોડ રૂપિયાના સ્પેશિયલ ફંડને મંજુરી આપી દીધી હતી. આનાથી હાઉસિંગ સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકાઈ જવાની શક્યતા છે. 

નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું  હતુ કે   સરકાર એક સ્પેશિયલ ફંડ બનાવવા જઈ રહી છે જેમાં સરકારનું યોગદાન ૧૦૦૦૦ કરોડનું રહેશે. આમા અન્ય અનેક સંસ્થાઓને સામેલ કરવામાં આવશે. તમામને ગણીને ૨૫૦૦૦ કરોડ રૂપિયાનો ફંડ રહેશે. આમા એસબીઆઈ અને એલઆઈસી શરૂઆતમાં સામેલ થશે અને આગળ ચાલતા અન્ય સંસ્થાઓ પણ આની સાથે જાડાશે. ત્યારબાદ ફંડની રકમ વધારવામાં આવી શકે છે.

નાણામંત્રીએ કહ્યું હતું કે, આ ફંડ દ્વારા એક એકાઉન્ટમાં પૈસા નાંખીને અપૂર્ણ પ્રોજેક્ટોને લાભ આપવામાં આવનાર છે.  તેમણે કહ્યું હતું કે, શરૂઆતમાં આ એકાઉન્ટ એસબીઆઈની પાસે રહેશે. સીતારામનના કહેવા મુજબ સ્પેશિયલ ફંડને લઇને પણ વિશેષ જાગવાઈ રાખવામાં આવી રહી છે.

રેરામાં જે પણ અપૂર્ણ પ્રોજેક્ટ છે તેમને એક પ્રોફેશનલ એપ્રોચ હેઠળ સહકાર આપીને પૂર્ણ કરવાની દિશામાં પગલા લેવામાં આવશે. એટલે કે, જા ૩૦ ટકા કામ બાકી છે તો જ્યાં સુધી પ્રોજેક્ટ પૂર્ણ થશે નહીં તેમને મદદ કરવામાં આવશે. આવાસ ખરીદનાર લોકોને મકાન વહેલીતકે સોંપી શકાય તે હેતુસર આની શરૂઆત કરવામાં આવી રહી છે. જો તે એનપીએ રહેશે તો પણ મદદ કરવામાં આવશે. જો કંપની લિક્વિડેશન તરફ જાય છે તો તેને આનો કોઇ લાભ મળી શકશે નહીં.

આવાસ ખરીદનાર મોટી સંખ્યામાં લોકોએ અમારો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ કરી હતી કે, એડવાન્સ રકમ આપવામાં આવ્યા બાદ પણ તેમને ફ્લેટ મળી રહ્યા નથી. મંત્રાલયના આંકડા મુજબ ૧૬૦૦થી વધારે હાઉસિંગ પ્રોજેક્ટ રોકાયેલા છે અને ૪.૫૮ હાઉસિંગ યુનિટ પર કામ અટવાયું છે.

છેલ્લા બે મહિનામાં પ્રભાવિત લોકો અને બેંકોની સાથે બેઠકો યોજવામાં આવી છે. એક બેઠકમાં તો આરબીઆઈના ગવર્નર પણ ઉપસ્થિ ત રહ્યા હતા. તેઓએ આવાસ ખરીદનારાઓના હિતમાં સૂચનો કર્યા હતા. આવાસ ક્ષેત્રની સ્થિતી  આગામી દિવસોમાં વધુ સુધરે તેવી શક્યતા છે. દુરુપયોગ રોકવા માટે બિલ્ડરોને સીધી રીતે રકમ મળવી જાઇએ નહીં. કારણ કે આના કારણે પ્રોજેક્ટોને વહેલી તકે પૂર્ણ કરી શકાશે. સાથે સાથે લાભ લઇ શકાશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.