પ્રભુ દેવા ચાર વર્ષ બાદ કોઇ ફિલ્મમાં ચમકશે : અહેવાલ

હોરર ફિલ્મ ખામોશીના લુકને જારી કરાયા બાદ ચર્ચાઓ
By: admin   PUBLISHED: Tue, 07 May 2019 15:41:33 +0530 | UPDATED: Tue, 07 May 2019 15:41:33 +0530

હોરર ફિલ્મમાં તમન્ના ભાટિયા નજરે પડશે

આખરે લાંબા ઇન્તજાર બાદ પ્રભુ દેવા અને તમન્ના ભાટિયાની આવનાર ફિલ્મ ખામોશી માટે ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા ચારેબાજુ જોવા મળી રહી છે. તમામ લોકો જાણે છે કે આ ફિલ્મની જાહેરાત તો છે વર્ષ ૨૦૧૪માં કરવામા ંઆવી હતી. લાંબા સમય બાદ આ ફિલ્મ હવે રજૂ કરવામાં આવનાર છે. કેટલાક સમય સુધી ફિલ્મ અટવાઇ પડી હતી. આખરે તેના ફર્સ્ટ લુકને જારી કરવામાં આવ્યા બાદ હોરર ફિલ્મને લઇને ચાહકો અને ખાસ કરીને પ્રભુ દેવાના ચાહકો ઉત્સુક છે. આનુ કારણ એ છે કે પ્રભુ દેવા લાંબા ગાળા બાદ કોઇ ફિલ્મમાં એક્ટિંગ કરી રહ્યો છે. પ્રભુ દેવા ચાર વર્ષના ગાળા બાદ કોઇ ફિલ્મમાં એક્ટિંગ કરી રહ્યો છે.

તમન્ના ભાટિયા અને પ્રભુ દેવા મુખ્ય રોલમાં છે. માત્ર ૨૫ દિવસની અંદર જ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. ગયા વર્ષે ૨૦૧૮માં એવા હેવાલ આવ્યા હતા કે જે રીતે ફિલ્મનુ શુટિંગ કરવામાં આવ્યુ તેને જોતા નિર્માતા વાશુ ભાગનાની ખુશ ન હતા. તે ફરીથી શુટિંગ કરવા માટે ઇચ્છુક હતા. જેથી ફિલ્મ અટવાઇ પડી હતી. હવે ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ ફિલ્મના કલાકારોએ રાહતનો દમ લીધો છે. પોસ્ટરની સાથે રજૂઆતની તારીખ પણ નક્કી કરી લેવામાં આવી છે.

ફિલ્મને ૩૧મી મે ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તમન્ના ભાટિયા દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે. તમન્ના ફિલ્મમાં બહેરી મુંગી યુવતિના રોલમાં નજરે પડનાર છે. પ્રભુ દેવા નેગેટિવ રોલમાં દેખાશે. પ્રભુ દેવા ચાર વર્ષ બાદ કોઇ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે છેલ્લે ૨૦૧૫માં એબીસીડી ફિલ્મમાં નજરે પડ્યો હતો. જેમાં તે એક ડાન્સરના રોલમાં નજરે પડ્યો હતો. ફિલ્મમાં ભૂમિકા ચાવલા પણ ખાસ રોલમાં નજરે પડનાર છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.