સીબીઆઈના ડાયરેક્ટર પદેથી આલોક વર્માને મોદી સરકારે તાત્કાલિક હટાવ્યા,રાજકીય ભુંકપ

નાગેશ્વર રાવને ફરીથી જવાબદારી : ૨-૧ની બહુમતિથી ફેંસલો કરાયો : સીવીસી રિપોર્ટમાં વર્મા પર આઠ આરોપ
By: admin   PUBLISHED: Thu, 10 Jan 2019 21:51:12 +0530 | UPDATED: Sun, 13 Jan 2019 14:37:16 +0530

મોદીના નેતૃત્વમાં સિલેક્શન કમિટિનો ફેંસલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ઉચ્ચ સ્તરીય પસંદગી સમિતિએ લાંબી બેઠક કરીને સીબીઆઈ નિર્દેશક આલોક વર્માને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. સમિતિના અન્ય સભ્યોમાં કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે, જસ્ટિસ એકે સિકરી સામેલ હતા. જસ્ટિસ સિકરી દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ તરફથી ઉપસ્થિત રહ્યા હતા.

આ મહત્વપૂર્ણ બેઠક બે કલાકથી પણ વધારે સમય સુધી ચાલી હતી. આખરે આલોક વર્માને દૂર કરવામાં આવ્યા હતા. નવા ડિરેક્ટરની નિમણૂંક થવા સુધી અથવા તો આગામી આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી સીબીઆઈના હોદ્દા ઉપર એમ નાગેશ્વર રાવ સીબીઆઈના ચીફ તરીકે કામ કરશે. 


પસંદગી કમિટિએ ૨-૧થી આ ચુકાદો આપ્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો.

સુત્રોના કહેવા મુજબ જસ્ટિસ સિકરીએ કહ્યું હતું કે, આલોક વર્માની સામે તપાસની જરૂર છે. 


મંગળવારના દિવસે જ સુપ્રીમ કોર્ટે આલોક વર્માને ફરી હોદ્દા પર નિમણૂંક કર્યા હતા. 


આલોક વર્માની સીબીઆઈના ડાયરેક્ટર પદેથી બદલી કરાઈને તેમને હવે ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના ડીજી બનાવવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર અને પોતાની ફરજની ઉપેક્ષા કરવા બદલ તેમને સીબીઆઈના ડિરેક્ટર તરીકે દૂર કરાયા છે.

પેનલની બેઠક બુધવારના દિવસે પણ મળી હતી. આલોક વર્માએ આજે પાંચ મોટા અધિકારીઓની બદલી કરી દીધી હતી. સીબીઆઈની અંદર વિવાદ ત્રણ મહિનાથી ચાલી રહ્યો હતો. કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તેઓએ મામલામાં સીવીસીના તપાસ રિપોર્ટ સહિત કેટલાક દસ્તાવેજો માંગ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આલોક વર્માને સમિતિ સમક્ષ હાજર થવાની તક મળવી જોઇએ. આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ખેંચતાણ લાંબા સમયથી ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઇ વિરુદ્ધ સીબીઆઇ મામલે ચાલી રહેલા કેસ મામલે મંગળવારના દિવસે કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો હતો. કારણ કે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને ફરી સીબીઆઇ વડા બનાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ૨૩મી ઓક્ટોબર ૨૦૧૮ના એવા નિર્ણયને ફગાવી દીધો હતો જેમાં કેન્દ્ર સરકારે સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને રજા ઉપર મોકલી દેવાનો આદેશ કર્યો હતો.

કેન્દ્ર સરકારે સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને રજા ઉપર મોકલી દેવાના આદેશને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા બાદ કેન્દ્રને ફટકો પડ્યો હતો. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.