આ દિવાળી મનોરંજનનો થશે ધમાકો!

એન્ડપિક્ચર્સ લાવી રહ્યું છે, બી ટાઉનના જેન-નેક્સ્ટ ફટાખાના ધમાકેદાર મૂવી,
By: admin   PUBLISHED: Tue, 10 Nov 2020 16:12:04 +0530 | UPDATED: Tue, 10 Nov 2020 16:12:04 +0530

આ દિવાળી મનોરંજનનો ધમાકો થશે કારણકે, એન્ડપિક્ચર્સ લાવી રહ્યું છે, બી ટાઉનના જેન-નેક્સ્ટ ફટાખાના ધમાકેદાર મૂવી, ‘ફૂલ ઓન ડાયનામાઇટ્સ’ની સાથે

 
આ દિવાળી સમગ્ર દેશ તહેવારોની ઉજવણી એક નવી ઉત્સાહ અને ઉમંગની સાથે કરવા માટે ઉત્સાહિત છે. ત્યારે આ તહેવારોમાં થ્રીલ ઉમેરવા માટે એન્ડપિક્ચર્સ તૈયાર છે, તમારા દિવાળીને ‘ફૂલ ઓન લિટ’થી ભરવા માટે, જેમાં 9મીથી 15મી નવેમ્બર સુધીના સમગ્ર સપ્તાહ દરમિયાન ‘ફૂલ ઓન ડાયનામાઇટ્સ’ મૂવી ફેસ્ટિવલ દ્વારા ફટાકડા ફોડશે. તમારા મનોરંજનના અનુભવમાં વધારો કરવા માટે ચેનલ તેના દર્શકોને બોલિવૂડના જેન નેક્સ્ટ પટાખાઓના ધમાકેદાર મૂવીની સાથે દર્શકોને ટ્રીટ કરશે, જેમાં ડાયનેમિક રણવીર સિંઘ, સુંદર આયુષ્માન ખુરાના, અત્યંત કૂલ સારા અલિ ખાન અને અન્ય ઘણાનો સમાવેશ થાય છે. તો તૈયાર થઈ જાઓ રોશનાના તહેવારોની ઉજવણી માટે, કારણકે તે તમારા માટે કેટલાક સ્વાદિષ્ટ મિઠાઈ લઇને આવી રહ્યું છે અને જૂઓ ‘ફૂલ ઓન ડાયનામાઇટ્સ’ની સાથે અદ્દભુત મનોરંજક મૂવી એન્ડપિક્ચર્સ પર સાંજે 8 વાગ્યાથી.  

ધમાકેદાર મનોરંજનના ધમાકાની સાથે તહેવારોની ઉજવણીની શરૂઆત સાથે ચેનલમાં મસ્તીભર્યા મનોરંજનમાં શરૂઆત થશે, ‘શાદી મેં ઝરૂર આના’થી, જેમાં ‘પ્રતિભાશાળી અનાર’ રાજકુમાર રાવની સાથે ક્રિતિ ખરબંદા અભિનય કરતી જોવા મળશે, 9મી નવેમ્બરના રોજ. તમારી અનુભૂતિને પૂરી પાડશે, ‘સ્વીટ સી સુરસુરી’ ઇશાન ખટ્ટર અને જાન્હવી કપૂરની રોમાન્ટિક નાટક, ‘ધડક’ 10મી નવેમ્બરના રોજ. તમારા જુસ્સા અને મૂડને તેના ઉર્જાવાન ચાર્મ અને જોશની સાથે સુધારશે, ‘સુપર હાઈ જાને વાલા રોકેટ’ વીકી કૌશલની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ 11મી નવેમ્બરના રોજ. તમારા ગુરુવાર એટલે કે, 12મી નવેમ્બરના રોજ પ્રકાશિત કરો, ‘છોટા પેકેટ બડા ધમાકા બોમ્બ’ સારા અલિ ખાનની સાથે, જે તમને તેના મસ્તીભર્યા અંદાજમાં પ્રેમમાં પાડશે, મૂવી ‘કેદારનાથ’માં. તેની અદ્દભુત અભિનયની આવડતથી વધુ એક વખત અવાક કરશે, ‘સબકો ઘુમા દેને વાલી ચકરી’ આયુષ્માન ખુરાના, પૂજાના પાત્રમાં એક સંપૂર્ણ મનોરંજક મૂવી, ‘ડ્રીમ ગર્લ’માં, 13મી નવેમ્બરના રોજ. તેના અદ્દભુત એક્શન અને ભિષણ લડાઈથી તમારું મનોરંજન કરશે, 14મી નવેમ્બરના રોજ કમાન્ડો 3ની સાથે, ‘એવર ગોઈંગ પટાખા કી લડી’ વિદ્યુત જામવાલ. અને 15મી નવેમ્બરના રોજ, દિવાળીની ઉજવણી કરો, ‘સબસે લાઉડ આઇટમ બોમ્બ’ રણવીર સિંઘ, કારણકે તે તેના પાવર પેસ મનોરંજક ‘સિંબા’ની સાથે તમને હસાવીને લોટપોટ કરશે.

‘ફૂલ ઓન ડાયનામાઇટ્સ’માં આ તહેવાર દરમિયાન બી ટાઉનના ઇલેક્ટ્રીફાઈંગ જેન નેક્સ્ટ પટાખાની સાથે જોતા રહો, એન્ડપિક્ચર્સ,  9મીથી 15મી નવેમ્બર સુધી સાંજે 8 વાગે!

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.