પેરિસ હિલ્ટન પાસે હજુ પણ ઘણા પ્રોજેક્ટ આવી રહ્યા છે

દ સિમ્પલ લાઇફના કારણે તેના કેરિયરમાં નવો વળાંક
By: admin   PUBLISHED: Wed, 05 Dec 2018 23:22:58 +0530 | UPDATED: Wed, 05 Dec 2018 23:22:58 +0530

દ સિમ્પલ લાઇફના કારણે વધુ જાણીતી થઇ

રિયાલીટી ટીવી સ્ટાર અને સોસલાઇફ પેરિસ હિલ્ટને હજુ પણ એક પછી એક પ્રોજેક્ટોમાં અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી છે. તે સિમ્પલ લાઇફ ઉપર હાલ કામ કરી રહી છે. જો કે, તેનું કહેવું છે કે, તે પોતાની લાઇફ સિમ્પલરીતે જીવવા માંગતી નથી. આ સિરિઝ ઉપર પેરિસ હિલ્ટન હવે નજરે પડી રહી છે. તે તેની બાળપણની બેસ્ટ ફ્રેન્ડ રહી ચુકેલી નિકોલ રિચી સાથે આમા નજરે પડી રહી છે.

આ સિરિઝમાં તેમની પ્રાઇવેટ લાઇફ સ્ટાઇલને દર્શાવવામાં આવી રહી છે. તેનું કહેવું છે કે, આ શોના કારણે તેની લાઇફ સંપૂર્ણપણે બદલાઈ રહી છે પરંતુ તેની કેરિયર હજુ પણ એક બિઝનેસ મહિલા તરીકે આગળ વધી રહી છે. બિઝનેસ મહિલા તરીકે જુદા જુદા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે.

જાણકાર લોકોનું કહેવું છે કે, પેરિસ હિલ્ટન અન્ય તમામ રિયાલીટી સ્ટાર કરતા વધારે સફળતા જુદા જુદા ક્ષેત્રોમાં હાંસલ કરી રહી છે. ખુબ ઓછી ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં પેરિસ હિલ્ટનની લોકપ્રિયતા તમામ અભિનેત્રીઓ કરતા પણ વધારે થઇ છે. સિમ્પલ લાઇફની ચર્ચા ચારેબાજુ જોવા મળી રહી છે. તેનું કહેવું છે કે, તેની પાસે હજુ પણ અનેક મોટા શો માટે ઓફરો આવી રહી છે પરંતુ તે રોલ કરી રહી નથી. વિશ્વની યુવા પેઢી માટે રોલમોડલ તરીકે પેરિસ હિલ્ટન રહી છે.

વર્ષો પહેલા તેના સેક્સ ટેપે પણ વિશ્વભરમાં ચર્ચા જગાવી હતી. હિલ્ટન હોટલ ગ્રુપના માલિકની પુત્રી પહેલાથી જ અભૂતપૂર્વ સંપત્તિ ધરાવે છે પરંતુ જુદા જુદા પુરુષો સાથે તેના સંબંધો તેની હાઇફાઇ લાઇફસ્ટાઇલ અને તેના સેક્સટેપના કારણે તેની ચર્ચા હંમેશા થતી રહી છે અને સૌથી હોટ સ્ટાર તરીકે તેને દુનિયાભરના જાણકાર લોકો ગણે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.