પાકિસ્તાને લડાખ પાસે ફાઇટર પ્લેન તૈનાત કર્યા,ભારત રાખી રહ્યું છે ચાંપતી નજર

પાકિસ્તાને સ્કાર્દુ એરબેઝ પાકિસ્તાને ફાઇટર પ્લેન તૈનાત કર્યા હતા
By: Monika Vyas   PUBLISHED: Mon, 12 Aug 2019 16:48:57 +0530 | UPDATED: Mon, 12 Aug 2019 16:48:57 +0530


દિલ્હી

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા નાપાક હરકતનો દોર જારી રહ્યો છે. સરહદ પર વધતી જતી તંગદીલી વચ્ચે બંને દેશો સામ સામે આવી રહ્યા છે. પાકિસ્તાને હવે લડાખ સરહદ નજીક પોતાના યુદ્ધવિમાનો તૈનાત કરી દીધા છે. આ પાકિસ્તાની યુદ્ધ વિમાનો ભારતના કેન્દ્રશાષિત પ્રદેશ લડાખની સરહદ પાસે પાકિસ્તાની સ્કાર્દુ વિમાનીમથક ખાતે ગોઠવી દેવામા આવ્યા છે.

સ્કર્દૂ પાકિસ્તાનનો એક ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ છે. પાકિસ્તાન આ એરબેઝનો ઉપયોગ બોર્ડર પર આર્મી ઓપરેશનના સપોર્ટ માટે કરે છે.

જાણીતી ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને બોર્ડર વિસ્તારમાં પોતાના તરફથી સેના વધારવાની શરૂ કરી દીધી છે. શનિવારે પાકિસ્તાન તરફથી c-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને સ્કાર્દૂ એરબેઝ પર લાવવાની શરૂઆત કરવામાં આવી છે.

આ તમામ પાકિસ્તાની ગતિવિધી પર ભારતની ચાંપતી નજર રહેલી છે.

સરકારી સુત્રોએ કહ્યુ છે કે પાકિસ્તાની હવાઇ દળના ત્રણ સી-૧૩૦ પરિવહન વિમાન પણ લડાખ સરહદ નજીક તૈનાત કરવામાં આવ્યા છે. આ હેવાલ આવ્યા બાદ સંબંધિત ભારતીય તપાસ સંસ્થાઓ સ્થિતિ પર બાજ નજર રાખી રહી છે. પાકિસ્તાની બેઝ ખાતે પહોંચાડી દેવામાં આવી રહેલા સાધનોમાં યુદ્ધવિમાનોની સાથે અન્ય હથિયારો પણ છે. આ સાધનમાં યુદ્ધ વિમાનોની મદદ માટે સહાયક સાધન પણ હોઇ શકે છે. પાકિસ્તાન લડાખ સરહદ પાસે પોતાના જેએએફ-૧૭ વિમાન પણ તૈનાત કરી શકે છે.

 ભારતીય હવાઇ દળ અને ભૂમિ સેનાની સાથે ભારતીય ગુપ્તચર સંસ્થાઓની પણ પાકિસ્તાનની હરકત પર ચાંપતી નજર છે. કારણ કે પાકિસ્તાની સરહદ પર ભારતની ચાંપતી નજર છે. પાકિસ્તાની ગતિવિધી પર હાલની નજર રાખવા પાછળનો હેતુ એ છે કે ભારતમાં હવે સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.