સીબીઆઇના પદેથી હટાવતા આલોક વર્માએ રાજીનામુ ધર્યુ,મને રજુઆત કરવાની પણ તક ના આપી

આલોક વર્માને સીબીઆઇના ડાયરેક્ટર પદેથી હટાવવામાં આવ્યા હતા.
By: Monika Vyas   PUBLISHED: Fri, 11 Jan 2019 16:26:32 +0530 | UPDATED: Sun, 13 Jan 2019 14:37:24 +0530

દિલ્હી

દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ)માં છેલ્લા થોડા સમયથી ચાલુ રહેલું ધમાસાણ હજુ પણ શમવાનું નામ નથી.શુક્રવારે થયેલા લેટેસ્ટ ડેવલપમેન્ટમાં સીબીઆઇના પુર્વ વડા આલોક વર્માએ તેમની બદલી થયા બાદ રાજીનામુ આપ્યું છે.ગુરૂવારે વડાપ્રધાન મોદી સહિત ત્રણ સભ્યોની સિલેક્શન કમિટીએ આલોક વર્માને સીબીઆઇના ડાયરેક્ટર પદેથી હટાવીને તેમને ફાયર સર્વિસ એન્ડ સીવીલ ડિફેન્સ અને હોમગાર્ડના ડાયરેક્ટર તરીકે બદલી કરીને મુકવામાં આવ્યા હતા.


જો કે આ બદલી બાદ આલોક વર્માએ ભારોભાર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે મારી પર ખોટા અને પાયા વિહોણાં આરોપો લગાવવામાં આવ્યા છે.


એ પછી આજે પણ આલોક વર્માએ પોતાનો વિરોધ જારી રાખતા પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.પર્સનલ એન્ડ ટ્રેઇનીંગ વિભાગના સેક્રેટરીને પત્ર લખતાં આલોક વર્માએ જણાવ્યું હતું કે તેઓ 31 જુલાઇ 2017ના રોજ વયના કારણે સેવા નિવૃત થઇ ગયા છે અને તે ફક્ત સીબીઆઇ માટે 31 જાન્યુઆરી 2019 સુધી જ ડ્યુટી પર હતા. હવે તેઓ આ પદ પર નથી.તેમણે ફાયર સર્વિસ અને સીવીલ ડિફેન્સ અને હોમગાર્ડના ડીજી તરીકેની સેવા નિવૃતીની વય વટાવી દીધી છે એટલે તેમને આ જ સમયથી નિવૃત માનવામાં આવે.
આલોક વર્માએ આ પત્રમાં સિલેક્શન કમિટી પ્રત્યે પણ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો.આલોક વર્માએ જણાવ્યું હતું કે સિલેક્શન કમિટી સમક્ષ તેમને રજુઆત કરવાની તક આપવામાં આવી હતી.સિલેક્શન કમિટીએ માત્ર સેન્ટ્રલ વિજીલન્સ કમિશનર(સીવીસી) માનેલા આરોપોને સાચા માનીને તેમને સીબીઆઇના પદ પરથી હટાવી દીધા હતા.સિલેક્શન કમિટીએ પણ સીવીસીના એ રિપોર્ટને માની લીધો હતો કે જે એક વ્યક્તિ દ્રારા રજુ કરવામાં આવ્યો હતો.સીવીસી સમક્ષ મારી સામે આરોપ મુકનારી વ્યક્તિ પોતે સીબીઆઇની તપાસ હેઠળથી પસાર થઇ રહી છે.સીવીસીએ આ ફરિયાદી દ્રારા રજુ કરવામાં આવેલ નિવેદનને જ આરોપો માનીને આ રિપોર્ટ સિલેક્શન કમિટી સમક્ષ મુકી દીધો છે.ફરિયાદી પોતે ક્યારે સીવીસીના જસ્ટીસ(નિવૃત) એ કે પટનાયક સમક્ષ રૂબરૂ હાજર નથી થયા.


સીબીઆઈના ચીફ આલોક વર્માને તેમના પદ પરથી હટાવીને ટ્રાન્સફર કર્યા પછી તેમની ઉગ્ર પ્રતિક્રિયા સામે આવી હતી.આલોક વર્માએ કહયું કે તેમના પર લાગેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે.

આ પણ વાંચો 

મારી પર લાગેલા આરોપ ખોટા અને બેબુનિયાદ છે: આલોક વર્મા

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.