ઈશરત જહાં કેસ : રાજ્ય સરકારે ભર્યું આ પગલું

ડીજી વણઝારા તરુણ બારોટ અને એન કે અમીન દ્વારા કરવામાં આવેલી અરજી મામલે વધુ એક વખત તારીખ પડી
By: admin   PUBLISHED: Tue, 30 Apr 2019 00:06:50 +0530 | UPDATED: Tue, 30 Apr 2019 00:06:50 +0530

ગાંધીનગર

રાજ્યનો બહુ ચર્ચિત કેસ મામલે વધુ એક તારીખ પડી છે. જેમાં ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર મામલે અધિકારી ડીજી વણઝારા તરુણ બારોટ અને એન કે અમીન દ્વારા કરવામાં આવેલી અરજી મામલે વધુ એક વખત તારીખ પડી છે.

 જ્યારે ઇશરત જહા કેસ મામલે આ અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજુરી સરકાર દ્વારા આપવામાં આવી નથી.ત્યારે જેને લઈને ઇશરતની માતા દ્વારા વાંધા અરજી કોર્ટમાં કરવામાં આવી હતી બીજી તરફ આ અધિકારી દ્વારા ડીસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. જે મામલે સુનાવણી થવાની હતી. પરંતુ વધુ એક વખત કોર્ટે તારીખ આપી છે જેને લઈને હવે આ કેસની સુનાવણી બીજી મે ના રોજ હાથ ધરવામાં આવશે.

૨૦૦૪માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોતરપુર વૉટર વર્કસ પાસે ઈશરત જહાં સહિત ચાર વ્યકિતોના બનાવટી એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. ૨૦૦૪માં થયેલા આ બનાવટી એન્કાઉન્ટર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દાવો હતો કે તેમની સાથે અથડામણમાં માર્યા ગયેલા ચારે લશ્કરે એ તોઈબાના આતંકીઓ હતા અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે આવ્યા હતા.

આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીટીશન બાદ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. જેમાં સીબીઆઈએ ઘડેલા આરોપનામા પ્રમાણે આ ચારે આતંકી હોવાના કોઈ પુરાવા પોલીસ પાસે ન્હોતા, છતાં તેમની હત્યા કરી દેવામાં આવી છે. આ મામલે સીબીઆઈ દ્વારા આઈપીએસ અધિકારી પી પી પાંડેય, ડી જી વણઝારા, ગીરીશ સિંઘલ, નરેન્દ્ર અમીન અને તરૂણ બારોટ સહિત ઓપરેશનમાં સામેલ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.