ઓપન એજ્યુકેશનથી કેરિયરને દિશા

લાખો લોકો કેટલીક મજબુરીના કારણે શિક્ષણ પૂર્ણ કરી શકતા નથી
By: admin   PUBLISHED: Tue, 04 Jun 2019 14:52:03 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:52:03 +0530

મજબુરીના કારણે શિક્ષણ છોડી ચુકેલા તમામ લોકો માટે ઓપન એજ્યુકેશન આદર્શ તરીકે સાબિત થઇ શકે છે : સાર્થક પ્રયાસ જરૂરી

ઓપન એજ્યુકેશનથી કેરિયરને એક નવી દિશા આપી શકાય છે. ઓપન એજ્યુકેશન એવા લોકો માટે એક સાર્થક પ્રયાસ તરીકે છે જે કોઇને કોઇ સમસ્યાના  કારણે પોતાની માધ્યમિક શિક્ષણના સ્તરને પૂર્ણ કરી શકતા નથી. અથવા તો મજબુરીના કારણે માધ્યમિક શિક્ષણથી વંચિત રહી ગયા છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર લાખો ભારતીય લોકો અને કોઇ પણ મજબુરીના કારણે માધ્યમિક શિક્ષણથી વંચિત રહી ગયેલા લોકોને હજુ પણ તક રહેલી છે.

આ પ્રકારના લોકો હવે ઓપન એજ્યુકેશન મારફતે શિક્ષણની તરફ પોતાના પગલાને વધારી શકાય છે. સાથે સાથે એક સારા કેરિયરની શરૂઆત કરી શકે છે. ભારતમાં ઓપન સ્કુલ પ્રત્યે લોકોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. કારણ કે મોંઘવારીના કારણે સામાન્ય લોકો ભારે પરેશાન થયેલા છે. શિક્ષણ પર પણ મોંઘવારીની સીધી અસર થઇ છે. શિક્ષણ ખુબ મોંઘુ બની ગયુ છે.

ઓપન એજયુકેશન એવા લોકો માટે સાર્થક પ્રયાસ તરીકે છે જે આર્થિક સમસ્યાના કારણે અથવા તો દુરગામી વિસ્તારોમાં રહેતા હોવાના કારણે માધ્યમિક શિક્ષણ હાંસલ કરી શકતા નથી. ઓપન સ્કુલોમાંથી ગામમાં રહેનાર લોકો ખુબ પોસાય તેવા દરે શિક્ષણ મેળવી શકાય છે. લાખો ભારતીયને હાલમાં પોષાય તેવી ફી પર શિક્ષણ આ રીતે મળી રહ્યુ છે. ઓપન એજ્યુકેશન મારફતે તમામ કુશળતા હાંસલ કરી શકાય છે.

ઓપન એજ્યુકેશનની ખાસ વિશેષતાની વાત કરવામાં આવે તો આના કારણે જે લોકો નોકરીના કારણે પોતાના અભ્યાસને આગળ વધારી શકતા નથી તે લોકો પણ પોતાની ફિલ્મના કામને હાથ ધરી શકે છે. પોતાની ફિલ્ડના વોકેશનલ કોર્સ કરીને તે સંબંધિત ફિલ્ડમાં મહારત હાંસલ કરી શકાય છે. સામાન્ય લોકો પોતાની જરૂર મુજબ કોઇ પણ વિષયની પસંદગી કરી શકે છે.

આપ એક ભાષા સંબંધિત વિષયની પસંદગી કરી શકો છો. તેમાં પ્રવેશ લેવા માટે કોઇ પણ મહત્તમ સમય અવધિ હોતી નથી. વયની કોઇ મર્યાદા હોતી નથી. બેસિઝ એજ્યુકેશન, દસમુ, ૧૨મુ ઉપરાંત વોકેશનલ કોર્સ પણ કરી શકાય છે. તેમાં કેટલાક વિકલ્પ રહેલા છે. દસમાં અને ૧૨ ધોરણ ઉપરાંત કેટલાક વોકેશનલ કોર્સ પણ છે. જે ઓપન સ્કુલ્સ કરાવે છે. જેમાં ફેશન ડિઝાઇનર, બ્યુટી કલ્ચર, હેયર સ્ટાઇલિસ્ટ, જ્વેલરી ડિઝાઇનિંગ, ટ્રાવેલ એન્ડ ટિકિટિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ઇલેક્ટ્રોનિક્સ સાધન રિપેરિંગ કામનો સમાવેશ થાય છે.

મુખ્ય સ્થાન ક્યાં છે તે અંગે પુછવામાં આવતા નિષ્ણાંતો કહે છે કે નેશનલ સ્કુલ ઓફ ઓપન સ્કુલિંગ નોયડા, ગ્રામીણ મુક્ત વિદ્યાલય નવી દિલ્હી, રાજસ્થાન સ્ટેટ ઓપન સ્કુલ જયપુર, છત્તિસગઢ રાજ્ય ઓપન સ્કુલ રાયપુર અને હિમાચલ પ્રદેશ ઓપન સ્કુલ ધર્મશાળાનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થામાં જુદા જુદા કોર્સ ચલાવવામાં આવે છે. અરજી કરવાની પ્રક્રિયા પણ બિલકુલ સરળ રહેલી છે.

સેકેન્ડરી કોર્સમાં પ્રવેશ મેળવી લેવા માટે આઠમાં ધોરણ સુધી ભણેલા રહે તે જરૂરી છે. સીનિયર સેકેન્ડરી સર્ટિફિકેટ કોર્સ કરવા માટે લાયકાત ૧૦માં ધોરણ પાસની રહે તે જરૂરી છે. સેકેન્ડરી અથવા તો સીનિયર સેકેન્ડરી સર્ટિફિકેટ મારફતે કોઇ પણ વોકેશનલ કોર્સમાં પ્રવેશ મેળવી શકાય છે. ઓપન સ્કુલમાં પ્રવેશ મેળવી લેવા માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. અથવા તો તેના સેન્ટર્સ પર જઇને અરજી પત્ર ભરી શકાય છે.

વોકેશનલ કોર્સ માટે સમગ્ર વર્ષ પ્રવેશ જારી રહે છે. કોઇ પણ સમય પર ઓપન સ્કુલમાં વોકેશનલ કોર્સ કરીને સર્ટિફેક્ટ લઇ શકાય છે. ઓપન સ્કુલ જરૂરીયાત વાળા લોકોને જરૂરી કોર્સ ઉપલબ્ધ કરાવે છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણની સાથે સાથે વોકેશનલ અથવા તો શોર્ટ ટર્મ કોર્સ પણ હોય છે. નાના કોર્સ પણ સસ્થાઓ ઉપલબ્ધ કરાવે છે. આના કારણે  દુરગામી વિસ્તારોમાં રહેનાર લોકો અને વિદ્યાર્થીઓને સસ્તામાં શિક્ષણ મળી શકે છે. દિન પ્રતિદિન મોંઘા થતા શિક્ષણના કારણે સામાન્ય લોકો અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો પરેશાન થઇ ગયા છે. ફીને લઇને જુદા જુદા રાજ્યોમાં ભારે વિરોધ વારંવાર થતા રહે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.