શાહરૂખને મળી ના શકાયું તો ચાહકે કાપી કાઢ્યું પોતાનું ગળુ

શાહરૂખ ખાનના જન્મદિને એક ચાહકે પોતાનું ગળુ કાપ્યું હતું.
By: Monika Vyas   PUBLISHED: Mon, 05 Nov 2018 19:07:21 +0530 | UPDATED: Mon, 05 Nov 2018 19:07:21 +0530

મુંબઇ

શાહરૂખ ખાન આજકાલ તેમની મૂવી 'ઝીરો' ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને થોડા દિવસ પહેલા તેમને પોતાના જન્મદિવસની ઉજવણી પણ કરી હતી. મુંબઈના બાન્દ્રામાં સુપરસ્ટાર શાહરૂખ ખાનને મળવામાં અસફળ રહેલ એક યુવકે ઘરની બહાર જ રવિવારે બ્લેડથી પોતાને ઈજા પહોંચાડી હતી. પોલીસે જણાવ્યું કે, રવિવારે સવારે બનેલી આ ઘટનામાં ધારાવીનો રહેવાસી મોહંમદ સલીમ અલાઉદ્દીનના ગળાના ભાગ તથા હાથ પર બ્લેડને કારણે ઈજા પહોંચી હતી.

શાહરૂખના જન્મદિવસ પર તેમના ઘર મન્નતની બહાર તેમના ચાહકો ઉત્સુકતાથી રાહ જોતા હતા. રાહ જોઇને થાકી ગયેલા સલીમે ગુસ્સે થઈને પોતાનું ગળું કાપી નાખ્યું હતું.

અહેવાલ અનુસાર, મોહમ્મદ સલીમ નામના એક માણસ શુક્રવારે સવારે મન્નતની બહાર શુક્રવારની સવારથી શાહરૂખને જોવા માટે રાહ જોઈ રહ્યો હતો.શુક્રવારે  સ્ટારના ઘરની બહાર તેમના જન્મદિવસ પર મોટા સ્ટાર્સની અવરજવર ચાલી રહી હતી. શાહરુખના ઘરની બહારની ભીડને જોઈને, પોલીસે પણ સખત ગોઠવણ કરી હતી જેથી તેમના ઘરની અંદર કોઈ વ્યક્તિને પરવાનગી વગર આવી શકે.

બાન્દ્રા પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર ગિરીશ અનવકરે જણાવ્યું કે, સલીમ સુપરસ્ટાર ખાનને મળવા માંગતો હતો, અને શાહરૂખના ઘરની બહાર તેને મળવા માટે ત્રણ કલાક રાહ જોઈ હતી. કારણ કે, શુક્રવારે શાહરૂખનો 53મો જન્મદિવસ હતો.

એવું કહેવામાં આવે છે કે ત્યાં હાજર પોલીસે તરત સલીમને લઈને હોસ્પિટલ લઈને પહોંચી હતી. જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી.મીડિયા અહેવાલો અનુસાર, તે માણસની પત્નીને ફોન દ્વારા બોલાવવામાં આવ્યો હતો અને તે ત્યાંથી છોડવામાં આવ્યો હતો.


Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.