ચૂંટણી પતીને શરૂ થયો ભાવ વધારો,સબસીડી વગરના સિલિન્ડરનો ભાવ 25 રૂપિયા વધ્યો

સબસીડી ગેસ સિલીન્ડરના ભાવમાં 1.23 રૂપિયાનો વધારો થયો હતો
By: Monika Vyas   PUBLISHED: Sat, 01 Jun 2019 17:30:59 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:40:14 +0530


નવી દિલ્હી

મોદી સરકારે ચાર્જ સંભાળ્યો તેના બે જ દિવસમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થઇ ગયો છે. સબસીડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં 1.23 રૂપિયાનો વધારો કરવામાં આવતા સામાન્ય લોકો પર નજીવો બોજ ઝીંકાયો છે.

સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત પહેલી જુનથી  પ્રતિ સિલિન્ડર ૨૫ રૂપિયા વધી ગઇ છે. બીજી બાજુ સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત એક રૂપિયા ૨૩ પૈસા વધી ગઇ છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કે દિલ્હીમાં આજથી સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત ૪૯૭ રૂપિયા થઇ ગઇ છે. જેની કિંમત મે મહિનામાં ૪૯૬ રૂપિયા હતી.

નિષ્ણાંતોના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય ઓઇલની કિંમતમાં હાલમાં વધારો થયો છે. સાથે સાથે ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થયો છે. જેના કારણે કિંમતમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આ પહેલા પહેલી મેના દિવસે એલપીજીની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. એ વખતે સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં પહેલી જુનના દિવસે ૨૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં સબસિડીયુક્ત ગેસ સિલિન્ડરની કિંમત ૪૯૫ રૂપિયા થઇ ગઇ હતી. હાલમાં મોદી સરકાર નવી અવધિમાં સત્તારૂઢ થઇ ગઇ છે. સબસિડીવાળા ગેસ સિલિન્ડર એક પરિવારને એક વર્ષમાં ૧૨ આપવામાં આવે છે. જ્યારે સબસિડીવગરના ગેસ સિલિન્ડર ૧૩માં સિલિન્ડરને ગણવામાં આવે છે. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.