લાલૂને મોટો ફટકો : જામીન આપવા હાઈકોર્ટનો ઇનકાર

આરોગ્ય અને બિમારીની રજૂઆત કરીને જામીનની માંગ
By: admin   PUBLISHED: Thu, 10 Jan 2019 23:52:27 +0530 | UPDATED: Thu, 10 Jan 2019 23:52:27 +0530

લાલૂ યાદવ હાલમાં રાંચી જેલમાં સજા ભોગવે છે

આરજેડીના વડા લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી ઝારખંડ હાઈકોર્ટે આજે ફગાવી દીધી હતી. આની સાથે જ લાલૂ યાદવને મોટો ફટકો પડ્યો છે. હાલમાં લાલૂ યાદવ રાંચી જેલમાં ઘાસચારા કૌભાંડના મામલામાં સજા ગાળી રહ્યા છે. આ મામલામાં ગયા સપ્તાહમાં જ હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ ગુરુવારે બપોરે કોર્ટે લાલૂની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો.

ઘાસચારા કૌભાંડના ત્રણ મામલામાં સજા ગાળી રહેલા લાલૂ યાદવને વય અને બિમારીની વાત કરીને જામીન આપી દેવાની માંગણી કરવામાં આવી હતી. લાલૂ યાદવ દેવઘર, ચાઈબાસા અને ડુમકા મામલામાં સજા ભોગવી રહ્યા છે. આ મામલામાં જામીન માટે જામીન અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, લાલૂ યાદવ ૭૧ વર્ષના થઇ ચુક્યા છે. તેમને અનેક પ્રકારની બિમારીઓ છે જેમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશરનો સમાવેશ થાય છે.

અન્ય અનેક બિમારીઓ પણ છે. ઘાસચારા કૌભાંડના મામલામાં લાલૂ યાદવને આ પહેલા પણ જામીન મળી ચુક્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ ગંભીર બિમારીના પરિણામ સ્વરુપે તેમને સારવાર માટે જામીન આપવામાં આવે તે પણ જરૂરી છે. લાલૂ યાદવની રિમ્સમાં સારવાર ચાલી રહી છે.

લાલૂ યાદવને ૨૩મી ડિસેમ્બર ૨૦૧૭થી જેલમાં છે. હાલમાં આરજેડીના વડાએ રાંચીના રિમ્સમાં સારવાર લીધી હતી. ગયા બુધવારના દિવસે એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેમની તબિયત ફરી બગડી ગઈ છે. લાલૂ યાદવને કઠોર સજા ફટકારવામાં આવ્યા બાદ જામીન મેળવવા માટેના તમામ પ્રયાસ લાલૂ તરફથી કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમને જામીન મળી રહ્યા નથી. આજે લાલૂને ફરી ફટકો પડ્યો હતો કારણ કે, ઝારખંડ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.