નિર્ભયા આરોપીને એક સાથે ફાંસી આપવામાં આવનાર છે

ફાંસીની સજા પામેલા અપરાધીઓને માનસિક રીતે તૈયાર થવા ૧૪ દિવસ અપાય છે : પરિવારને પણ મળી શકે છે
By: admin   PUBLISHED: Fri, 13 Dec 2019 17:40:14 +0530 | UPDATED: Fri, 13 Dec 2019 17:40:14 +0530

દયા અરજી ફગાવી દીધા બાદ પણ ૧૪ દિન મળશે

નિર્ભયા ગેંગ રેપના અપરાધીઓને એક સાથે ફાંસી આપવામાં આવનાર ચે. આ પ્રથમ વખત બનનાર છે જ્યારે કોઇ એક કેસમાં એક સાથે ચાર લોકોને એક જગ્યાએ ફાંસી આપવામાં આવનાર છે. આનુ કારણ એ છે કે જો કોઇ શખ્સને બેચેનીના કારણે સમસ્યા થઇ જાય છે તો અથવા તો બિમાર થઇ જાય છે તો ફાંસીને ટાળવાની જરૂર હોય છે. ફાંસીના તખ્તાનુ પરીક્ષણ હાલમાં કરવામાં આવી રહ્યુ છે. ચાર આરોપીના વજનને તે એક સાથે ઉપાડી શકે છે કે કેમ તેના પરીક્ષણની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ફાંસી આપવા માટે આઠ રસ્સી મંગાવવામાં આવી રહી છે.

આ રસ્સી બક્સર જેલમાંથી મંગાવવામાં આવી છે. જે રસ્સીઓ કેદીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવી છે. સોફ્ટ કોટન સાથે આ રસ્સી તૈયાર કરવામાં આવે છે. આ રસ્સી રરમ અને મજબુત હોય છે. તિહાર જેલ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી રહી છે. ભારતમાં પ્રથમ વખત એક જગ્યાએ એક સાથે ચાર આરોપીને ફાંસી આપવામાં આવનાર છે. જેલના સુત્રોના કહેવા મુજબ ચારેય આરોપીને ફાંસી આપવા માટે નવી ટેકનિકનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. જેલ અધિકારીઓની ટીમ તૈયારીમાં લાગેલી છે.

ફાંસી જે જગ્યાએ આપવામાં આવે છે તે જગ્યા વર્ષ ૧૯૫૦માં બની હતી. હાલમાં ચાર આરોપીની સજોકેટલાક દિવસ સુધી ટળી શકે છે. કારણ કે ચાર પૈકી એક અક્ષય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરેલી છે. જેના પર ૧૭મી ડિસેમ્બરના દિવસે સુનાવણી કરવામાં આવનાર છે. જેલના નિયમો કેટલાક રહેલા છે. જેના ભાગરૂપે આરોપીને માનસિક રીતે તૈયાર થવા માટે ૧૪ દિવસ માટેનો સમય આપવામાં આવે છે. આ ગાળા દરમિયાન તેમને પોતાની વસિયત અને અને અન્ય ચીજા તૈયાર કરવાની તક આપવામાં આવે છે. ચાર દોષિતોને ફાંસી આપવા માટે મેરઠ જેલના જલ્લાદ પવને મંજુરી આપી છે. તેમણે કહ્યુ છે કે જા યુપી સરકાર તરફથી કહેવામાં આવશે તો તે દિલ્હી જશે. અને તેમને ફાંસી આપશે.

પવન જલ્લાદે કહ્યુ છે કે તે માને છે કે આરોપીને ફાંસી મળવી જાઇએ. ફાંસી પહેલા જેલના નિયમો મુજબ આરોપીને ૧૪ દિવસ આપવામાં આવે છે. ફાંસીની સુચના દોષિતની સાથે સાથે વ્યÂક્તના પરિવારના સભ્યોને પણ લેખિતમાં આપવાની જરૂર હોય છે. ૧૪ દિવસના ગાળામાં આરોપી ઇચ્છે તો પરિવારના સભ્યોને મળી શકે છે. તિહાર જેલના અધિકારીઓનુ કહેવુ છે કે દોષિતોની પાસે દયાની અરજી કરવાનો સમય પૂર્ણ થઇ ગયો છે. જોકે રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવ્યા બાદ પણ ચારેય દોષિતોને કેટલાક દિવસનો સમય મળી શકે છે. રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવી દે છે તો પણ આરોપી પાસે અરજી કરવાની તક રહેલી છે.

તિહાર જેલમાં બંધ રહેલા નિર્ભયાના ચારેય અપરાધીઓને ફાંસી આપવા સાથે સંબંધિત દયાની અરજી પર હજુ સુધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ તરફથી કોઇ અંતિમ ફેંસલો આવ્યો નથી. તેમના ફેંસલાની રાહ જોવામાં આવી રહી છે. જોકે તે પહેલા તિહાર જેલમાં ફાંસીવાળા રૂમ અને અન્ય ચીજાની તૈયારી કરવામા ંઆવી ચુકી છે. તિહાર જેલમાં નંબર-૩માં તમામને ફાંસી આપવામાં આવનાર છે.  તિહારમાં ફાંસીનો તખ્તો જેલ નંબર -૩માં રાખવામાં આવ્યો છે. જેમાં સંસદના હુમલાના દોષિત ત્રાસવાદી અફઝલને રાખવામાં આવ્યો હતો.

ફાંસીના રૂમમાં ગેટથી પ્રવેશ કરતાની સાથે જ ફાંસીનો તખ્તો છે. તેમાં ફાંસી આપવાવાળા પ્લેટફોર્મની નીચે બેસમેન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યા થોડાક દિવસ પહેલા વરસાદી પાણી ભરાયા હતા. તેને હવે સાફ કરવામાં આવ્યા બાદ અન્ય તૈયારી પણ ચાલી રહી છે. બેસમેન્ટમાં જવા માટે આશરે ૨૦ સીઢી છે. જેમાં નીચે પહોંચ્યા બાદ ફાંસી પર લટકાવી દેવામાં આવેલા કેદીને બહાર કાઢવામાં આવે છે. ફાંસીના રૂમમાં ઉપર કોઇ છત નથી. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.