દેશમાં ક્યાં વિધાનસભાની અવધિ ક્યારે પૂર્ણ થશે.....

મહારાષ્ટ્ર, હરિયાણમાં સૌથી પહેલા અવધિ પૂર્ણ
By: admin   PUBLISHED: Fri, 12 Jul 2019 17:29:38 +0530 | UPDATED: Fri, 12 Jul 2019 17:29:38 +0530

નવી દિલ્હી,

લોકસભાની ચૂંટણી હાલમાં યોજાઇ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને હાલમાં પ્રચંડ જીત મેળવી હતી. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૦૩ સીટો જીતી લીધી હતી. સતત બીજી અવધિ માટે મોદી સરકાર કેન્દ્રમાં સત્તારૂઢ થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને માત્ર બાવન સીટો મળી હતી. હવે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને પણ તૈયારી કરવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં વિધાનસભાની અવધિ હવે પૂર્ણ થવા જઇ રહી છે.  જેમાં હરિયાણા અને મહારાષ્ટ્‌નો સમાવેશ થાય છે.જેથી સૌથી પહેલા આ બેરાજ્યોમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ક્યાં રાજ્યમાં ક્યારેય વિધાનસભાની અવધિ પૂર્ણ થઇ રહી છે તે નીચે મુજબ છે. 

રાજ્ય/…વિધાનસભાની અવધિ/…ચૂંટણી/…બેઠક

આસામ/…૨૪મી મે ૨૦૧૬-૨૩મી મે ૨૦૨૧/…૨૦૨૧/…૧૨૬

તમિળનાડુ/…૨૩મી મે ૨૦૧૬-૨૨મી મે ૨૦૨૧/…૨૦૨૧/…૨૩૪

પશ્ચિમ બંગાળ/…૨૭મી મે૨૦૧૬-૨૬મી મે ૨૦૨૧/…૨૦૨૧/…૨૯૪

કેરળ/…૨૫મી મે ૨૦૧૬-૨૪મી મે ૨૦૨૧/…૨૦૨૧/…૧૪૦

દિલ્હી/…૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૫-૧૩મી ફેબ્રુ. ૨૦૨૦/…૨૦૨૦/…૭૦

હરિયાણા/…૨૬મી ઓક્ટો.૨૦૧૪-૨૫મી ઓક્ટો.૨૦૧૯/…૨૦૧૯/…૯૦

મહારાષ્ટ્ર/…૩૧મી ઓક્ટો ૨૦૧૪-૩૦મી ઓક્ટો ૨૦૧૯/…૨૦૧૯/…૨૮૧

ઝારખંડ/…૬ઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૫-૫મી જાન્યુઆરી ૨૦૨૦/…૨૦૨૦/…૮૧

કાશ્મીર/…૧૭મી માર્ચ ૨૦૧૫-૧૫મી માર્ચ ૨૦૨૧/…૨૦૨૧/…૮૭

બિહાર/…૨૦મી નવે. ૨૦૧૫-૧૯મી નવે. ૨૦૨૦/…૨૦૨૦/…૨૪૩

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.