પીટી ઊષા ઉપર બાયોપિક બનાવવા માંગે છે નીતૂ ચંદ્રા

પોતે પણ એક સ્પોર્ટ્‌સ ગર્લ રહી ચુકી છે નીતૂ ચંદ્રા
By: admin   PUBLISHED: Fri, 26 Oct 2018 14:25:37 +0530 | UPDATED: Fri, 26 Oct 2018 14:25:37 +0530

અભિનેત્રી નીતૂ ચંદ્રાની ઈચ્છા

ક્યારેક પોતે સ્પોર્ટ્‌સવુમન રહી ચુકેલ અભિનેત્રી નીતૂ ચંદ્રાએ જણાવ્યુ કે, તે એથલીટ પીટી ઊષા પર બાયોપિક બનાવવા માંગે છે. તેને લાગે છે કે પીટી ઉષાની વાર્તા યુવા છોકરીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરશે જેથી તે સ્પોર્ટ્‌સ તરફ રસ લેતી થાય. હાલમાં જ નીતૂને પ્રો-કબ્બડી ટીમ પટના પાઈરેટ્‌સની કોમ્યુનિટી એમ્બેસેડર પણ પસંદ કરવામાં આવી છે. 


જ્યારે નીતૂને એ પુછવામાં આવ્યુ કે શું તે સ્પોર્ટ્‌સ બાયોપિકમાં કામ કરવા માંગશે તો તેણે જણાવ્યુ કે, હાં કેમ નહીં. હું પોતે સ્પોર્ટ્‌સગર્લ રહી ચુકી છું. હું એનબીએ બાસ્કેટબોલ સાથે પણ ૬ વર્ષ સુધી જોડાયેલી રહી છું. હું પીટી ઊષાના જીવન પર બાયોપિક બનાવવા માંગુ છું.

નીતૂ એ વાતથી ખુબ જ ખુશ છે કે અત્યારે સફળ ઈન્ડિયન સ્પોર્ટ્‌સવુમન પર ખૂબ જ ફિલ્મો બની રહી છે. ગરમ મસાલા અને ટ્રાફિક સિગ્નલ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલ નીતૂએ જણાવ્યુ કે, આવી ફિલ્મો ભારતીય છોકરીઓને કોઈને કોઈ સ્પોર્ટ્‌સ રમવા માટે જાગરુત કરે છે અને કોઈપણ રમત તમારી પર્સાનીલીટીથી સારુ બને છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.