વડાપ્રધાન સેનાના જવાનો સાથે ઉજવશે દિવાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પાંચમી વખત પોતાની દિવાળીનો તહેવાર સેનાના જવાનો સાથે મળીને ઉજવશે
By: admin   PUBLISHED: Tue, 06 Nov 2018 16:56:51 +0530 | UPDATED: Tue, 06 Nov 2018 16:56:51 +0530

કેદારનાથની મુલાકાત પણ લેશે મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ સરહદ પર જવાનો સાથે દિવાળી મનાવશે. હાલ પીએમ મોદીના આ કાર્યક્રમને ટોપ સિક્રેટ રાખવામાં આવ્યો છે.  સુત્રોના જણાવ્યા મુજબ આ વખતે વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં ચીન સાથે જોડાયેલ સરહદ પર સેના અને આઈટીબીપીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. આ સાથે જ વડાપ્રધાન મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ કેદારનાથ ધામના પુનનિર્માણ કાર્યનું નિરીક્ષણ પણ કરશે. તેઓ અહીં કપાટ બંધ થવાના પ્રસંગે આવતીકાલે મુલાકાત લેશે.

વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે દિલ્હીથી વાયુસેનાના ખાસ વિમાનથી દેહરાદુન પહોંચશે. દેહરાદુનથી એમઆઈ ૧૭ હેલિકોપ્ટરથી કેદારનાથ અને સરહદ પર જશે. પીએમ મોદી સરહદ પર સેના અને આઈટીબીપીના જવાનો સાથે ચા-નાસ્તો પણ કરશે.  પીએમ મોદીનો દિવાળી કાર્યક્રમ ૨ કલાકનો જ હશે. આ પ્રથમ વખત નથી જ્યારે મોદી દિવાળી પ્રસંગે સેનાની સાથે દિવાળી મનાવશે.

મોદી વડાપ્રધાન બન્યા બાદ પોતાની ચાર દિવાળી સેનાના જવાનો સાથે સરહદ પર મનાવી ચુક્યા છે. સાથે જ વડાપ્રધાન મોદી કેદારનાથમાં પુનનિર્માણની ઘણી પરિયોજનાઓનુ લોકાર્પણ કરશે. જેમાં મંદિર સુધી જતા રસ્તા, મંદાકિની નદી પર બનેલ ઘાટ અને પુરોહિત માટે ઘર સામેલ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.