નડાલ માટે વિમ્બલ્ડન મોટા ભાગે નિરાશાજનક પુરવાર

ગ્રાસકોર્ટ પર વર્ષ ૨૦૧૭, ૨૦૧૫, ૨૦૧૪, ૨૦૧૩, ૨૦૧૨, ૨૦૦૫, ૨૦૦૩માં શરૂઆતી રાઉન્ડમાં હાર્યો
By: admin   PUBLISHED: Fri, 12 Jul 2019 16:54:12 +0530 | UPDATED: Fri, 12 Jul 2019 16:54:12 +0530

વિમ્બલ્ડનમાં પાંચ વખત ફાઈનલમાં હાર્યો

સ્પેનના શક્તિશાળી ખેલાડી રાફેલ નડાલનો  વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં દેખાવ અપેક્ષા કરતા નબળો રહ્યો છે. આંકડા દર્શાવે છે કે વિમ્બલ્ડનમાં તે  આઠ વખત જુદા જુદા રાઉન્ડમાં હારી ચુક્યો છે જે પૈકી મોટાભાગે તેનાથી ઓછી રેંકિંગના ખેલાડીઓ સામે તે હારી ગયો છે. ૨૦૧૧ બાદથી બે વખત ચોથા રાઉન્ડમાં પ્રવેશી ચુક્યો છે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં તે પાંચ વખત તે ફાઇનલમાં પણ પહોંચ્યો છે જે સાબિત કરે છે કે તે કેટલો શક્તિશાળી ખેલાડી છે. વિમ્બલ્ડનમાં તે તાજ જીતવામાં પણ તે સફળ થઇ ચુક્યો છે પરંતુ મોટાભાગે તેને હારનો સામનો કરવો પડ્યો છે.

વર્ષ ૨૦૧૫માં તે બીજા રાઉન્ડમાં જર્મનીના ડસ્ટીન બ્રાઉન સામે હારી ગયો હતો જ્યારે ૨૦૧૪માં પણ ચોથા રાઉન્ડમાં, ૨૦૧૩માં પ્રથમ રાઉન્ડમાં, ૨૦૧૨માં બીજા રાઉન્ડમાં હારી ગયો હતો. આવી જ રીતે ૨૦૦૫માં તે બીજા રાઉન્ડમાં હારી ગયો હતો. એકંદરે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં જોરદારરીતે પોતાની તાકાત મુજબ રમી શક્યો નથી. ૧૨ વખત ફ્રેન્ચ ઓપન જીતી ચુકેલા નડાલની વિમ્બલ્ડનમાં પાંચ વખત ફાઈનલમાં હાર થઇ છે. ગ્રાસકોટ પણ અહીં તે બે વખત ચેમ્પિયન બન્યો છે. હજુ પણ તે અહીં વધુ ટ્રોફી જીતવા  માટે પૂર્ણ આશાવાદી બનેલો છે.

વિમ્બલ્ડનમાં નડાલ....

૨૦૦૩માં શ્રીચાફાન સામે ત્રીજા રાઉન્ડમાં હાર્યો

૨૦૦૫માં બીજા રાઉન્ડમાં મુલર સામે હાર્યો

૨૦૧૨માં બીજા રાઉન્ડમાં રોસોલ સામે હાર્યો

૨૦૧૩માં પ્રથમ રાઉન્ડમાં ડાર્સી સામે હાર્યો

૨૦૧૪માં ચોથા રાઉન્ડમાં નિક સામે હાર્યો

૨૦૧૫માં બીજા રાઉન્ડમાં ડસ્ટીન બ્રાઉન સામે હાર્યો

૨૦૧૭માં મુલર સામે ચોથા રાઉન્ડમાં હાર્યો

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.