ભારતીય આર્મીને જોવા મળ્યાં હિમમાનવના રાક્ષસી પગલાં,ફોટોગ્રાફ્સ પ્રસિધ્ધ થતાં શરૂ થઇ ચર્ચાઓ

નેપાળ પાસેના બેઝ કેમ્પ પાસે યેતીના પગલાના નિશાન જોવા મળ્યાં
By: Monika Vyas   PUBLISHED: Tue, 30 Apr 2019 14:35:13 +0530 | UPDATED: Thu, 23 May 2019 22:23:11 +0530


દિલ્હી

ભારતીય સેનાએ કરેલાં દાવા પ્રમાણે તેમની એક ટીમને રહસ્યમય હિમમાનવના રાક્ષસી પગલાં જોવા મળ્યાં છે.હિમાલયમાં નેપાળ પાસે આવેલાં મકાલુ બેઝ કેમ્પ પાસે ભારતીય સેનાની ટીમને યેતી તરીકે ઓળખાતા હિમમાનવના પગલાં જોવા મળ્યા છે.યેતીનો ઉલ્લેખ અનેક દંતકથાઓમાં કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન આર્મીના એડીશનલ ડીજીના પીઆઇએ તેમના ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટ પર યેતી એટલે કે હિમમાનવના પગલાંના ફોટો અને આર્મીની જે ટીમને આ પગલાં જોવા મળ્યાં તેનો ફોટો શેર કર્યો છે.

આર્મીના આ એકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે ભારતીય સેનાની પર્વતારોહક ટીમને પૌરાણિક પ્રાણી યેતીના રહસ્યમય ફુટપ્રીન્ટ જોવા મળ્યાં છે.આ પગલાં 32 ઇંચ લાંબા અને 15 ઇંચ પહોળાં છે.આ ટીમને 9 એપ્રિલના રોજ મકાલુ બેઝ કેમ્પ નજીક પગલાં જોવા મળ્યાં હતા.આ અગાઉ ભુતકાળમાં પણ મકાલુ બરૂન નેશનલ પાર્ક પાસે આ બર્ફીલા મહામાનવ જોવા મળ્યો હતો.

 મકાલુ બેઝ કેમ્પ 5250 મીટરની ઉંચાઇ પર સ્થિત છે.

આર્મીએ જે ફોટોગ્રાફ્સ મેળવ્યા છે તેને પ્રાણી શાસ્ત્રના નિષ્ણાતને મોકલી આપવામાં આવ્યાં છે.

આર્મી દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પછી હિમમાનવના અસ્તિત્વ વિશે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.ખાસ કરીને અનેક લોકોએ એવા સવાલો ઉભા કર્યા છે કે જે ફોટોગ્રાફ લેવામાં આવ્યા છે તેમાં માત્ર એક જ પગના પગલાં જોવા મળી રહ્યાં છે,તો શું યેતી એક પગ ધરાવે છે ?

હિમાલયમાં યેતીની હાજરી વિશે અલગ અલગ દાવા કરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, યેતિ માનવ અને વાનર જેવા હોય છે. જે સામાન્ય માણસો કરતાં ઘણાં મોટા દેખાય છે. તેમને હિમાલયના ખાસ રહેવાસી માનવામાં આવે છે.

1921 બ્રિટનની એક રીસર્ચ ટીમે સૌપ્રથમવાર હીમમાનવ જોયો હોવાનો દાવો કર્યો હતો.આ રીસર્ચ ટીમનો દાવો હતો કે તેમણે હિમાલયના પહાડો પર વિશાળકાય પગના નિશાન જોયા હતા.આ ટીમના નેપાળી ગાઇડે જણાવ્યું હતું કે આ પગના નિશાન મેતોહ કાંગમીના છે.મેતોહનો મતલબ થાય છે માણસ જેવું દેખાતું રીંછ અને કાંગમીનો અર્થ થાય છે બરફોમાં જોવા મળતો મનુષ્ય.

આ સિવાય લડાખના કેટલાંક બૌદ્ધ મઠોના સાધુઓએ પણ યેતી જોયો હોવાનો દાવો કર્યો છે.

 

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.