100 MBPSની સ્પીડ સાથે જીઓ ફાઇબર લોન્ચ થશે,રીલીઝ થવાના દિવસે જ જોઇ શકાશે મુવી : મુકેશ અંબાણી

RIL ના મુકેશ અંબાણીએ સામાન્ય સભામાં કરી અગત્યની જાહેરાતો
By: Monika Vyas   PUBLISHED: Mon, 12 Aug 2019 17:42:49 +0530 | UPDATED: Mon, 12 Aug 2019 17:42:49 +0530


મુંબઇ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૪૨મી વાર્ષિક સામાન્ય સભામાં જીયો સેટ ટોપ બોક્સ લોન્ચીંગની જાહેરાત કરવામાં આવી હતી.રીલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે જીઓ ફાયબરની કોમર્શિયલ લોન્ચિગ ૫ સપ્ટેમ્બરે થશે,જેની સ્પીડ 100 એમબીપીએસની હશે.ખાસ વાત એ છે કે આવતા વર્ષથી તેમના પ્રીમિયમ ગ્રાહક સિનેમા-હોલમાં રીલિઝ થવાના દિવસે જ મૂવી જાઈ શકશે. તે માટે ૭૦૦ રૂપિયાથી ૧૦ હજાર રૂપિયા સુધીના અલગ અલગ મંથલી પ્લાન હશે.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે ૫ સપ્ટેમ્બરે દરેક ટેરિફ અને પ્લાનની જાણકારી જીયો એપ અને જીયોની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. જીઓ ફાયબર ગ્રાહક જે વાર્ષિક પ્લાન લેશે તેમને એચડી અને ૪ના ટીવી અને ૪ના સેટ બોક્સ ફ્રી આપવામાં આવશે. તેને જીયો ફાયબર વેલકમ ઓફર નામ આપવામાં આવ્યું છે.

 જીઓ ફાઈબર માટે અત્યાર સુધી ૧.૫ કરોડ રજીસ્ટ્રેશન થઈ ચુક્યા છે.

મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું કે ડિજીટલ ઈન્ફ્રા પર ૩.૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના છે.મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું કે જીઓ ફાયબર માટે અત્યાર સુધી ૫ કરોડથી વધુ રજીસ્ટ્રેશન થઈ ચુક્્યા છે. તે અત્યાર સુધી ૫૦ લાખ ઘરોમાં પહોંચી ચુક્્યું છે. ૧ વર્ષમાં જીયો ફાયબર આખા દેશમાં પહોંચશે.તેમણે જણાવ્યું કે જીયોના પ્રીમિયમ ગ્રાહકોને એક ખાસ સુવિધા પણ મળી રહી છે. એટલે કે હવે રિલીઝના તુરંત બાદ ઘરે બેઠા પોતાની ફેવરેટ ફિલ્મ જાઈ શકાશે.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે 34 કરોડ યુઝર સાથે JIO ભારતની નંબર વન અને વિશ્વની બીજા નંબરની ટેલિકોમ કંપની બની ગઇ છે.

 જીઓ ગીગાફાઇબર વિશે જાણી લો...

ગીગાફાઇબર અંતર્ગત દેશના નાના-મોટા 1100 શહેરોને જોડવામાં આવશે. આ બ્રોડબેન્ડ સર્વિસ અંતર્ગત રાઉટર, સેટટોપ બોક્સ અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સની સુવિધા મળશે. બ્રોડબેન્ડ સર્વિસ ઇન્સ્ટોલ કરવામાં માત્ર એક કલાકનો સમય લાગશે. તેનાથી આખુ ઘર હાઇટેક અને સ્માર્ટ બની જશે. તેની મદદથી ગ્રાહક આખા ઘરને કંટ્રોલ કરી શકશે. જિયો ગીગા ટીવી દ્વારા ગ્રાહકો વીડિયો કોલીંગ પણ કરી શકશે. કંપનીના દાવા પ્રમાણે તેના પર દુનિયાનું સૌથી શ્રેષ્ઠ શૈક્ષણિક કન્ટેન્ટ મળશે. બાળકો શિક્ષકો વિનાજ ભણી શકશે. તેની મદદથી ડોક્ટરો દૂર બેસીને દર્દીઓનો ઇલાજ કરી શકશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.