મમતા બેનર્જીનું મીમ મુકનાર ભાજપની કાર્યકરને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા,માફી માંગવાનો કર્યો હુકમ

ભાજપની કાર્યકર પ્રિયંકા શર્માએ મમતા બેનર્જીનું ઠઠ્ઠા ચિત્ર સોશિયલ મીડીયામાં મુક્યું હતું.
By: Monika Vyas   PUBLISHED: Tue, 14 May 2019 14:39:55 +0530 | UPDATED: Thu, 23 May 2019 22:27:31 +0530

દિલ્હી

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનું ઠઠ્ઠા ચિત્ર બનાવીને સોશિયલ મીડીયામાં મુકનાર ભાજપના નેતા પ્રિયંકા શર્માને સુપ્રિમ કોર્ટે રાહત આપી છે.મમતા બેનર્જીનું મોર્ફ કરેલ ફોટો ફેસબુક પર મુકનાર પ્રિયંકા શર્માની ધરપકડ કરવામાં આવી હતી.જો કે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ ઇંદિરા બેનર્જી અને જસ્ટીસ સંજીવ ખન્નાની વેકેશન બેન્ચે પ્રિયંકા શર્માને છોડી મુકવાનો હુકમ કર્યો હતો સાથે સાથે તેને માફી માંગવા પણ જણાવ્યું હતું.

અગાઉ કોર્ટે હુકમ કરતાં જણાવ્યું હતું કે જો પ્રિયંકા શર્મા લેખિતમાં માફી માંગે તો જ તેમને છોડવા,પરંતું પછી આદેશમાં ફેરફાર કરતાં જણાવ્યું કે પ્રિયંકા શર્માને શરતી જામીનની શરત પડતી મુકે છે પરંતુ છુટ્યા બાદ તેમણે માફી માંગવી.

પ્રિયંકા શર્માએ મમતા બેનર્જીનો મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડીયામાં પોસ્ટ કર્યો હતો.મમતા બેનર્જીના ફોટાને પ્રિયંકા ચોપરાનો મેટ ગાલા 2019ના લુક સાથે મોર્ફ કરીને બતાવવામાં આવ્યો હતો.પ્રિયંકા ચોપરાના મેટ ગાલા લુક સાથે સરખાવતો આ મમતા દીદીનો આ ફોટો ઘણો વાઇરલ થયો હતો.

આ ફોટો વાઇરલ થયા પછી ભાજપના યુથ મોરચાની મેમ્બર પ્રિયંકા શર્મા સામે પોલિસ ફરિયાદ થઇ હતી અને તેની ધરપકડ થઇ હતી.

પોતાની ધરપકડ સામે પ્રિયંકાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.પ્રિયંકાના વકિલે દલીલ કરતાં કહ્યું કે આજે ફ્રીડમ ઓફ સ્પીચનો દરેકને અધિકાર છે.તેમ છતાં પ્રિયંકાએ આ ફોટો ડીલીટ કર્યો હતો.

આદેશ આપતા સુપ્રિમ કોર્ટના જસ્ટીસ સંજીવ ખન્નાએ જણાવ્યું હતું કે જો કોઇ સામાન્ય માણસે આવું મીમ મુક્યું હોત કોર્ટ તેને માફી માંગવા ના કહેત પરંતું જ્યારે કોઇ રાજકીય પક્ષનો કાર્યકર આવું મુકે તો તેનો અર્થ બદલાઇ જાય છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.